Ahmedabadમાં વરસાદ વચ્ચે રોગચાળો પણ વકરી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ૭ દિવસમાં ૧૦ હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. આ ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય બીમારીના કેસ પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં ડેન્ગ્યુના ૧૧૬ કેસ, ૬૦ને દાખલ કરવા પડ્યા ઃ મેલેરિયાના ૩૨, ટાઈફોઈડના ૧૧૫ કેસ

Ahmedabadમાં મચ્છરજન્ય રોગચાળો વધતા દર્દીઓથી ઓપીડી ઉભરાઈ રહી છે. સોલા સિવિલમાં ૭ દિવસની ઓપીડી ૧૦ હજારથી વધી ગઇ છે. આ પૈકી ૧ હજાર દર્દીને દાખલ કરવાની ફરજ પડી છે. એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના ૧૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના ૫૫૮ શંકાસ્પદમાંથી ૧૧૯ પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને તેમાંથી ૬૦ને દાખલ કરવા પડ્યા છે. મેલેરિયાના ૫૯૬ | શંકાસ્પદમાંથી ૩૨ પોઝિટિવ છે. પીડિયાટ્રિક વિભાગમાં બાળકોની ઓપીડી ૧૦૦ને પાર થઈ છે અને તેમાં ૧૯ને દાખલ કરાયા છે. ટાઈફોઈડના ૧૧૫ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ ૯ કેસમાંથી પ પોઝિટિવ નોંધાયા છે.

બીજી તરફ અસારવા સિવિલમાં ડેન્ગ્યુના જુલાઇમાં ૬૫ કેસ હતા અને તે હવે વધીને ૧૦૧ થયા છે. આ સિવાય ૨૯ ઓગસ્ટ સુધી મેલેરિયાના ૯૨, ફાલ્સિપેરમના ૨૦, ચિકનગુનિયાના ૩૪, વાયરલ ઈન્ફેક્શનના ૫૮૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૨૮ ઓગસ્ટ સુધી ૮૨ હજાર ઓપીડી નોંધાયેલી છે. હાલ ખાસ કરીને મચ્છરજન્ય ઉપરાંત શરદી, ઉધરસ, વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.