Rajkot: યાત્રાધામ વીરપુર તેમજ વીરપુરના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વીરપુર પંથકના તમામ નદીઓ નાળા પાણીથી છલોછલ વહી રહ્યા છે, છેલ્લા ત્રણ દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ મોસમનો ત્રેવીસ ઈચ જેટલો વરસાદ નોંધાયો છે,સરિયામતી નદીમાં ઘોડાપુર આવતા વીરપુરથી મેવાસા સહિતના પંદર જેટલા ગામોનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતાં તેમજ હાઈવે પર અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા રાજકોટ-જેતપુર વચ્ચે વાહન વ્યવહાર વીરપુર ગામના જૂના રસ્તા પર થઈને ડાયવર્ટ કરાયો છે.
Rajkot: સરિયામતી નદીમાં ઘોડાપૂર આવતા મેવાસા સહિતના પંદરગામોનો રસ્તો પાણીમાં ગરકાવ,તમામ વાહનોને વીરપુર ગામમાં ડાઈવર્ટ કરાયા
સાતમ આઠમના દિવસે અવિરતપણે વરસેલા ધોધમાર વરસાદને કારણે વિરપુરની સરિયામતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું, સરિયામતી નદીમાં ઘોડાપુરને લઈને વીરપુરથી મેવાસા, જેપુર, હરિપુર સહીતના ૧૫ જેટલા ગામોને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા બંધ ગયો હતો, વિરપુરમાં બાયપાસ નજીક ભારે વરસાદને કારણે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે નજીક વાહન વ્યવહાર ખોરવાયો હતો. બાયપાસ હોટેલ પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા.
તો બીજી તરફ સિક્સ લેન રોડનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા હતા,અનેક જગ્યાએ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી છે, પરંતુ તેમની સાઈડમાં કોઈપણ જાતની ડાઈવર્જન રોડમાં સગવડો રાખવામાં આવી ન હોવાથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે .તેમજ અનેક જગ્યાએ મસ મોટા ખાડા ખબડાને લઈને અનેક અકસ્માત પણ થયા છે