Gujrat: વાંકાનેરના કાનપર ગામે વાડીમાં ફસાયેલા દંપતી, ૩ બાળકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. જ્યારે જામનગર નજીક વસઈ ગામે કારમાં ફસાયેલા બે નાગરિકોનું એલ.સી.બી.ની ટીમ દ્વારા રેસ્કયૂ કરાયું હતું.

વસઈ ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલી કારમાંથી બે નાગરિકોને એલ.સી.બી.ની ટીમ દ્વારા બચાવાયા

Gujrat: વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અનેત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો. વહીવટી તંત્રને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ખૂબ જહેમત | બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે. જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ | કામગીરી કરવામાં આવી રહી છે.

જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડતરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વીફ્ટ કાર માં બે માણસો તણાયા હોય તેવા ખબર જિલ્લાના ફૂલડ કંટ્રોલ રૂમને મળ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલ.સી.બી. ના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.લગારીયાતથા સ્ટાફ દ્વારા સમય સૂચકતા વાપરીને ક્રેઇન બોલાવવામાં આવી હતી. તથા ગ્રામજનોની મદદથી ધસમસતા પાણીમાં દોરડાના સહારે જીવના જોખમે કલ્પેશભાઈ પરસોતમભાઈ જગતીયા અને પઢીયાર વિવેકભાઈ રશ્મિનભાઈનું રેસ્ક્યુ કરીને અમૂલ્ય માનવ જિંદગી બચાવી લેવામાં આવી હતી.