Gujarat: કોટડા સાંગાણીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રાજગઢ ગામમાં ત્રણ મકાનો ધરાશાયી થયા હતાં અને મેઈન સેડ ઉપર બેઠી ધાબીનું ધોવાણ થઈ ગયું હતું. જયારે કે, કરમાસ ડેમ ઓવરફલો થતા સાઢવાયાના ગ્રામજનો અને ધરતીપુત્રો એ વધામણા કર્યા હતાં.

રાજગઢ ગામ નજીક મુખ્યમાર્ગની એક સાઈડ ધોવાઈ જતાં અકસ્માતનું જોખમ, જૂના મકાનોમાં કપાસ ભર્યો હતો, માનવ જાનહાનિ ટળી

Gujarat: કોટડાસાંગાણીમો સતત ધીમી વરસાદ વરસતા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીંના વાછપરી અને ગોડલી ડેમો ઓવરફલો થઈ ગયા હતાં. આતરફ રાજગઢ ગામે સતત વરસી રહેલા વરસાદને ત્રણ જૂના મકાનો ધરાશાયી થયા કારણે એક મકાનમાં ૧૫૦ મણ કપાસ હોવાથી નુકસાન થયું છે.

પણ રાહતની વાત એ છે કે, કોઈ જાનહાની થઈ નથી. નાના એળા રાજગઢ ગામમાં ત્રણ મકાનો ધરાશાયી થવા ઉપરાંત ગામ પાસે બેઠી ધાબી રોડની હતાં. જેમાં સાઈડમાં વરસાદના પાણી આવી જવાથી રોડની એક બાજુની સાઈડનું ધોવાણ થતા એક જ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલના સંજોગોમાં અહીં અકસ્માત થવાનું જોખમ રહેલું છે. આ તરફ કરમાર ડેમ ઓવરફલો થતા સાઢવાયા ગામના ખેડૂતોએ વધામણા કરી ખુશી મનાવી હતી.