અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધુધવાણા થોડા દિવસો પહેલા બાળક પર સિંહના હુમલા બાદ Rajulaના રામપરા ગામમાં સિંહનો બીજો હુમલો થવાની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. Rajula તાલુકાના રામપરા ગામમાં આજે સાંજે એક પાઠડા સિંહે માલધારી પર હુમલો કરી દેતાં ગામમાં દહેશત નો માહોલ પેદા થયો છે.
અગાઉ ઘુઘવાણા ગામે બાળક પર સિંહના હુમલાની ઘટના બાદ ફરી બનાવ ઘટનાની વિગત એવી છે કે, ગામના માલધારી શીવાભાઈ વાસુરભાઈ વાઘ (ઉંમર ૪૫) સાંજના સમયે ભેંસો દોવા જતા હતા ત્યારે અચાનક પાઠડા સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાથી શીવાભાઈને બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ | મીડિયા પર વાયરલ થયો છે જેમાં શીવાભાઈ સિંહને લાકડી વડે ભગાડવાનો આ પ્રયાસ કરતા જોવા મળે છે. ઈજાગ્રસ્ત શીવાભાઈને પ્રાથમિક સારવાર માટે | રાજુલાની સરકારી હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ખાંભા તાલુકાના ઘુઘવાણા ગામે બાળક પર સિહે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યો હતો
આ ઘટના બાદ રાજુલા વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ સિંહને પાંજરે પુરવા તજવીજ હાથ ઘરવામા આવી છે.
રામપરા ગામમાં સિંહનો હુમલો થી. ઘટના બાદ ગામના લોકોમાં ભારે ભયનો માહોલ છે. વન વિભાગે સિંહને પકડીને આ વિસ્તારને સુરક્ષિત બનાવવો જોઈએ એવી લોકોની માંગ છે.