Gujaratમાં સરેરાશ વરસાદની સપાટી ૧૦૦૦ મી.મી. સુધીપહોંચ સુધી પહોંચી ગઈ છે. જળમગ્ન થયેલા વડોદરામાં જિલ્લામાં રેસ્ક્યુ કામગીરીને ઝડપી બનાવવા આજે આર્મીની વધુ ત્રણ કોલમ, NDRFની એક ટીમ તેમજ SDRFની એક ટીમ ફાળવવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં અગાઉ આર્મીની ચાર કોલમ, NDRFની ચાર ટીમ તેમજ SDRFની પાંચ ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી હતી.
Gujaratમાં સિઝનનો ૧૦૬ ટકા વરસાદ, સરેરાશ ૯૩૪.૪૯ મી.મી. પડ્યો, સૌરાષ્ટ્રમાં હજી ૪૮ કલાક સુધી વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આગામી ૪૮ કલાક સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે તે સંદર્ભમાં આ વિસ્તારોના કલેકટરોને પણ સતર્ક રહેવા મુખ્ય | સચિવ રાજકુમારે એક બેઠક દરમ્યાન જાણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સલામતી માટે વહીવટી તંત્ર સાબદું કરવામાં આવ્યું છે. આકાશી આફતના સમયે બચાવ ટીમોએ અનેક નાગરિકોને સલામત સ્થળે ખસેડયા છે. ભારે વરસાદની આગાહીને બચાવ ટીમો તૈયાર રાખવામાં આવી છે.
વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી સગર્ભા મહિલા અને તેના પતિની વ્હારે NDRF અને ફાયર બ્રિગેડની ટીમ આવી હતી. સગર્ભા મહિલા અને તેના પતિને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા. એવી જ રીતે પોરબંદર જિલ્લાના મોરાણા ગામે ગત રાત્રે એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી અને અંતરિયાળ વિસ્તારની કુલ આઠ જેટલી સગર્ભા મહિલાઓને તેમના નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી લેવાઈ હતી. ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૪૧૨ જેટલી ટીમ બનાવી સર્વેલન્સ કામગીરી હાથ ધરીવામાં આવી છે.
વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને ડિવોર્મિંગ દવાનું વિતરણ કરાયુ છે. પૂર સમયે નીચાણવાળા વિસ્તારમાં ૨૦૫ પશુઓને સ્થળાંતરિત કરાયા હતા.