Gujarat: અમદાવાદ ભારે વરસાદને પગલે ૩ દિવસમાં ગુજરાતને સાંકળતી ૨૧ ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભૂરાતાં ૨૫થી વધુ ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ૨૮-૨૯ ઓગસ્ટના મુંબઈને સાંકળતી ૩ ટ્રેન કેન્સલઃ મુસાફરોનાં આયોજન પર પાણી ફરી વળ્યું.

Gujarat: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતાં રેલવે વ્યવહાર મહદ્અંશે ખોરવાયો છે. ખાસ કરીને મુંબઈનેસાંકેળતી અનેકટ્રેનને અસર પડી હતી. હવેઆવતીકાલે ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઇ સેન્ટલ-અમદાવાદ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે.

રૂટ ટૂંકાવાતા પણ મુસાફરોને ભારે પરેશાની નડી હતી. તેજસ એક્સપ્રેસ દ્વારા મુંબઇથી આવી રહેલા એક મુસાફરે ટ્વિટ કરી કે, ‘અમે વડોદરા પહોંચ્યા ત્યારે જ ટ્રેન હવે આગળ નહીં વધે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ જ રૂટમાં અને લગભગ આ જ સમયમાં ચાલતી વંદે ભારતને અમદાવાદ સુધી લઇ જવામાં આવી હતી. પરંતુ અમારી જ ટ્રેનને અટકાવી દેવાઈ હતી. વડોદરા સ્ટેશન બહાર પણ પાણી ભરાયેલું હોવાથી બહાર જવું પણ અમારા માટે શક્ય નહોતું.’

કઈ ટ્રેન કેન્સલ…: ૨૮ ઓગસ્ટ : ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પે. (ટ્રેન નંબર ૦૯૪૫૬), મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ ( ૨૨૯૫૩). ૨૯ ઓગસ્ટઃ બોરિવલી-અમદાવાદ એક્સપ્રેસ (૧૯૪૧૭).