Savarkundla માં એકવીસ વર્ષીય યુવાને તેમની પ્રેમિકા યુવતી : સાથે મૈત્રીકરાર કરી લીધા હોવાની બાબતમાં લાંબા સમય બાદ યુવક જન્માષ્ટમી તહેવાર નિમિતે Savarkundla આવતા જ બજારમાં યુવતીના સગાઓ મળી જતાં ચકમક ઝર્યા બાદ બે જૂથો કુહાડી પાઈપ લાકડી વડે સામેસામે આવી ધીંગાણુ ખેલતા બન્ને પક્ષના કુલ છને ઈજા થઈ છે. જેમાં યુવતીના સગાઓ પૈકી એકનું અમરેલી હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાઈ ગયો છે.

કુહાડી પાઈપથી સામસામે હુમલા થતાં બન્ને જૂથના મળી કુલ છને ગંભીર ઈજા થતાં અમરેલી સારવારમાં ખસેડાયા,બન્ને જૂથોની સામસામે ફરિયાદ બનાવની વધુ વિગત મુજબ સાવરકુંડલાના રહેવાસી વિજય ઉર્ફે ભુરો ભાવેશભાઈ સોલંકી નામના એકવીસ વર્ષીય યુવાનને એમના જ ગામની યુવતી સાથે આંખ મળી જતાં આ યુવાને યુવતીસાથે મૈત્રી કરાર કરી દોઢ વર્ષથી સાવરકુંડલા છોડી રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા. દરમિયાન સાતમ આઠમ તહેવાર આવતા જ આ યુવાન અને યુવતી યુવાનના કાકા કેશાભાઈ બાલાભાઈ સોલંકીની વાડીએ આવી રોકાયા હતા.

મૈત્રી કરારના કારણે યુવતીના પરિવારજનો સાથે મનમેળ રહ્યો ન હતો. આ યુવાન આઠમના દિવસે કેવડાપરામાં રહેતા તેના પિતાના ઘરે ગયો હતો.ત્યાં આરામ કરીને બાઈક લઈને ગામમાં નીકળ્યો હતો. આ દરમિયાન યુવતીના કાકાએ ઉગ્રતાથી વાત કરી હતી. આથી યુવાને એમના પરિવારજનોને વાત કરી હતી. આ બાબતને થોડી વાર થતા જ યુવતીના સગાઓ મુકેશદેવશીભાઈ ખીમાણીયા, દેવશીભાઈ ખીમાણીયા, સુરેશભાઈ દેવશીભાઈ ખીમાણીયા, મુકેશભાઈ કાળુભાઈ ખીમાણીયા, મનોજભાઈ નનકુભાઈ ખીમાણીયા, કમલેશભાઈ મગનભાઈ ખીમાણીયા વિજયના ઘર પાસે આવીને ગાળો ભાંડવા લાગ્યા હતા.

જેથી યુવાનના કુંટુંબીજનો ઘરની બહાર આવ્યા હતા. અને એની સાથે જ ઝઘડો વધી જતાં બન્ને જુથ વચ્ચે કુહાડી પાઈપ લાકડીથી મારામારી થઈ હતી. જેમાં કમલેશ ખીમાણીયાએ વિજય સોલંકીને કુહાડીનો ઘા મારી દીધો હતો. તેમજ મુકેશ કાળુભાઈએ પાઈપ ફટકારી દીધો હતો.

આ ઝઘડામાં બન્ને પક્ષના લોકોને ઈજા થતાં અમરેલી સારવારમાં ખસેડ્યા હતા. જેમાં યુવતીના પિતાના પક્ષના સુરેશભાઈ દેવશીભાઈ ખીમાણીયાને વધુ ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં જ બનાવ હત્યામાં પલટાઈ જતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી.