Jamnagar શહેર અને જિલ્લામાં ગઈકાલે બપોર પછીથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, અને સમગ્ર Jamnagar જિલ્લામાં સાર્વત્રિક રીતે ૭થી ૧૫ ઈંચ જેટલોં ધોધમાર વરસાદ પડી ગયો છે. જેના કારણે સમગ્ર જિલ્લાના ૨૫ જળાશયો પૈકીના ૨૧ ઓવરફૂલો થઈ ગયા છે, જ્યારે ૮ ડેમ ના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લાના ૨૧ જળાશયો ફરી છલકાયાં: લાલપુરના નવાગામ વાડીમાં ફસાયેલા ૧૧ લોકોનું એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

Jamnagar શહેરમાં ગઈકાલે બપોર થી આજે સાંજ સુધીમાં ૧૨ ઇંચ જેટલો | ભારે વરસાદ પડી જતાં સમગ્ર જામનગર શહેર જળમગ્ન બન્યું છે, અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એસ.ડી. આર.એફ.ની ટીમ અને ફાયર બ્રિગેડ | ની ટીમ દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ જામનગર જિલ્લા ને જોડતા ૧૬ થી વધુ મુખ્ય માર્ગો પુર ના કારણે બંધ થયા છે.જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે જન્માષ્ટમીના તહેવારના દિવસે બપોર પછીથી મેઘસવારી શરૂ થઈ હતી. ભારે પવન અને વીજ ગર્જનાની સાથે મેઘવૃષ્ટિ અવિરત ચાલુ રહી છે, અને આજે પણ હજુ વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેરના અનેક નીચાણવાળા| વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા છે, અને વહીવટી તંત્રની કસોટી થઈ રહી છે. શહેરના ૧૨૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે શહેરની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડની જુદી જુદી ૧૦ ટુકડીઓ તેમજ એસ.ડી.આર.એફ. ની ટીમ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ બોટ લાઈફ જેકેટ વગેરેની મદદથી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની હાથ ધરવામાં આવી હતી. શહેરના અનેક રસ્તાઓ જામનગર પર ઝાડ પડી । ગયા ના બનાવ બન્યા છે, તેમજ પાણી ભરાઈ જવાના કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર થંભી ગયો છે.

કાલાવડમાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડયું હતું, અને છેલ્લા ૩૦ કલાકના સમયગાળા દરમિયાન ૧૫| ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. જેના કારણે અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. લાલપુરમાં ૧૩ ઇંચ, જામજોધપુરમાં ૯ ઇંચે, અને પ્રોળ-જોડીયામાં ૭-૭ ઈંચ વરસાદ પડી ગયો છે. ભારે વરસાદ અને પૂરના કારણે જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકી ૨૧ જળાશયો ફરીથી ઓવરફલો થયા

લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત ૧૧ લોકો ફસાયા હોવાની જાણ થઈ હતી. આથી પ્રાંત અધિકારી લાલપુર સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતાં તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું. અને જીવનું જોખમ ટળ્યું હતું.

જામનગર જિલ્લામાં રંગમતી, ફુલઝર નદી બે કાંઠે

જામનગર જિલ્લામાં ઉંડ-૧, ઉમિયાસાગર, રંગમતી અને ફુલઝર નદીએ બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાની ટુકનેર નદીએ પણ રોદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. દાહોદ જીલ્લાની દૂધમતી, કાળી પાન, મસૂકી, અના, સમાછણ, ટીટોડી, ડોકી વકી અને હડફ નદી ઓવરફ્લો થઈ છે. નદીઓએ જાણે સમુદ્રનુ સ્વરુપ ધારણ કર્યુ છે.