સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે Morbi જિલ્લામાં પણ ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. Morbi પંથક જળતરબોળ બન્યો છે. ૧૦માંથી ૯ડેમ છલકાઈ ગયા છે. ગઇકાલે ટંકારા તાલુકામાં ૧૪ નોંધાતા ૪૮ કલાકમાં ઇંચ બાદ આજે વધુ ૪ ઇંચ વરસાદ ૧૮ ઈંચ વરસાદ પડી જતા સર્વત્ર વહી રહી છે.

વાંકાનેર તાલુકામાં ૧૫ ઈંચ કરતા વધારે, Morbi તાલુકામાં ૯ ઇંચથી વધારે,હળવદ તાલુકામાં ૩ ઈંચ કરતાં વધારે વરસાદ જ્યારે માળિયા તાલુકામાં ૨ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના લગભગ તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

મોટા દહીંસરાના ૧૩૨ કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓનું રેસ્ક્યુઃ કચ્છ-માળિયા તથા જામનગર-કચ્છનો હાઈવે બંધઃ ફતેપર ગામથી ૪૫ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતના પગલે માળીયા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ૧૩૨ કેવી સબ સ્ટેશનમાં ૬ કર્મચારીઓ ફસાયા હતા. તંત્રને ધ્યાને આવતા જતાત્કાલિક બચાવ અંગેની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આ કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફલો થતા દરવાજા ખોલવામાં આવ્યા છે અને મચ્છુ ૩ ડેમના પણ દરવાજા ખોલવામાંઆવતા પાણી માળિયા પંથકમાં જતું હોવાથી માળિયા પાણી પાણી થયું છે જેથી મીઠા ઉદ્યોગને નુકશાન થવા પામ્યું છે તો માળિયા હાઈવે પણ બંધ કરવામાં આવ્યો જેથી મોરબીથી કચ્છ જતો હાઈવે બંધ થતા રાહદારીઓ અટવાયા છે

ટંકારા પંથકમાં સારા વરસાદને પગલે ડેમ ઓવરફલો થતા પાણી છોડવામાં આવ્યું હતું જેને પગલે આમરણ પંથક પાણી પાણી પામ્યું છે જામનગર હાઈવે આમરણ પાસે બંધ કરવામાં આવ્યો હતો પાણીનો પ્રવાહ વધુ હોવાથી સલામતીને ખાતર હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી જેથી ભારે વાહનો અને ખાનગી વાહનચાલકો રસ્તામાં જ અટવાયા હતા.

મોરબી જિલ્લામાં માળીયાના નિચાણવાળા ગામડાઓમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર સહિતના સાધનની વ્યવસ્થા કરી ફતેપર ગામથી ૪૫ જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આશ્રયસ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલા લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.