Gujarat: ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ Gujaratમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. છેલ્લા ૪૮ કલાકમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ ૧૦.૯ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલસાડ જિલ્લામાં ૪.૯ ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડામું ઔરંગા નદીના પાણી ભરાતા ૧૧૫૨ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. નવસારી, સુરત અને તાપી જિલ્લામાં વરસાદ મંદ રહ્યો હતો પણ ૪૦ કિલોમીટર સુધીની ઝડપે પવનો ફુંકાતા ઘરોના પતરા ઉડયા હતા. વક્ષો ધરાશયી થયા હતા મકાનોની દિવાલ પડી હતી. નવસારીમાં ત્રણ નદીઓ ગાંડીતૂર બનતા ૧૫૭૩ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.

ડાંગમાં વરસાદને લીધે નવસારીમાં આફતઃ વલસાડમાં રાતે ઔરંગા નદીનાં પાણી ઘૂસ્યા: ઓલપાડના ચાર ગામમાં ઘરોનાં પતરાં ઊડી ગયા

ડાંગ જિલ્લામાં રવિવારેથી તોફાની વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. સાપુતારા, વઘઈ, સુબિર, આહવામાં એમ ચાર તાલુકામાં ૪૮ કલાકમાં સરેરાશ ૧૦.૯ ઇંચ વરસાદ ખાબકી પડયો હતો. જને કારણે જિલ્લાના ૨૦ ગ્રામ્ય માર્ગો બંધ થયા બાદ મંગળવારે ૧૫ માર્ગો ખૂલી ગયા છે. સુબીર-મહાલ રોડ ઉપર કડમાળ ગામે સોમવારે રાતે વૃક્ષ તૂડી પડતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. વનવિભાગે વૃક્ષ ખેસડી રસ્તો ખૂલ્લો કર્યો છે.

ડાંગમાં તોફાની વરસાદને લીધે આફત નવસારીમાં આવી હતી. અહી પૂણા, અંબિકા, કાવેરી નદીઓ ગાંડીતૂર બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. ૧૧૨ જેટલા માર્ગો બંધ થઈ ગયા હતા. ગણદેવું દેવધા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. બીલીમોરાના દેસરામાં ૨૦ લોકો ફસાઇ જતા રેસ્ક્યુ કરવા પડયા હતા. જિલ્લામાં કુલ ૧૫૭૩ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું. વિતેલા ૪૮ કલાકમાં જિલ્લામાં સૌથીવધુ કેરગામાં ૮, વાંસદામાં ૬ ઇંચ વરસાદ વરસ્યો હતો.