Gujarat: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ પ્રદર્શન મેદાન તેમજ રંગમતી। નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે પૈકી પ્રદર્શન મેદાનનો મેળો ત્રણ દિવસ મોડો શરૂ થઈ ગયો છે, પરંતુ રંગમતી નદીના પટમાં મેળાનું આયોજન હાથ ધરાયું છે, પરંતુ મંજૂરીની આંટીઘૂંટીને લઈને મેળો શરૂ થઈ શક્યો નથી, અને જામનગરનો ભાતીગળ લોક મેળો આ વખતે સાતમના દિવસેજ બંધ રહ્યો છે.

Gujarat: મેળાના કોન્ટ્રાક્ટર દ્વારા રંગમતી નદીના પટમાં નવ જેટલી યાત્રિક સાઈડ લગાવવામાં આવી છે, તેમજ ખાણી-સ્ટોલ પણ ઊભા કરાયા છે, પરંતુ એક તરફ વરસાદનું વિઘ્ન અને યાંત્રિક રાઈડના ફિટનેસ સટીફીકેટ આર એન. બી ના રિપોર્ટ | વગેરે જરૂરી મંજૂરી મળી શકી ન હોવાથી લાઈસન્સ ઇસ્યુ થયું નથી, અને સાતમના દિવસે આખરે જામનગરનો ભાતીગળ | લોક મેળો બંધ રહ્યો છે. અને રાઈડ સંચાલકોને પણ ભારે દોડધામ કર્યા પછી પણ મેળો ચાલુ કરવામાં સફળતા સાંપડી નથી.

જેથી બહારગામથી શિતળા માતાના મંદિરે, તેમજ શિવ મંદિરે આવનારા દર્શનાથીઓ દર્શનની સાથે સાથે મેળાનો આનંદ માણી શક્યા નથી. રાઈડ્સ સંચાલકોએ ખૂબ જ દોડધામ કર્યા પછી પણ સફળતા ન મળતા ભાતીગળ લોકમેળો ફિક્કો બની ગયો