ચોમાસામાં પાણીજન્ય રોગોથી સમસ્યા વધે છે, સાવચેતીના પગલાં લેવા જરૂરી 

ઉનાળો પૂરો થાય એટલે વરસાદી મોસમ શરૂ થાય છે, આ સીઝન આપણને ગરમીથી રાહત આપે છે. 

વરસાદની મોસમમાં પાણીજન્ય રોગોની સમસ્યા વધે છે. ત્યારે સલામતીના પગલાં લેવા જરૂરી છે, ચેપ અટકાવવા આટલું કરો, 

ઉકાળેલું પાણી પીવો પાણીજન્ય ચેપને રોકવા માટે વપરાશ પહેલાં પાણી ઉકાળવું એ હાનિકારક સુક્ષ્મજીવોને મારવા માટે એક સરળ પણ અસરકારક પદ્ધતિ છે. 

વોટર પ્યુરીફાયર અને ફિલ્ટરનો ઉપયોગ અશુદ્ધિઓ અને પેથોજેન્સને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. 

યોગ્ય સ્વચ્છતા જાળવો પાણી સંબંધિત ચેપને રોકવા માટે યોગ્ય સ્વચ્છતાની સાવચેતી રાખવી જરૂરી છે . નિયમિતપણે સાબુથી હાથ ધોવા એ રોગ પેદા કરતા સૂક્ષ્મજીવોના સંક્રમણને રોકવામાં મદદ કરે છે 

ખાસ કરીને વરસાદની ઋતુમાં કાચો ખોરાક લેતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. પાણીનું દૂષણ ખોરાકમાં સરળતાથી ફેલાઈ શકે છે, ખાસ કરીને ફળો અને શાકભાજી કે જેને ધોવાની જરૂર હોય છે.