વરસાદી માહોલમાં બનાવો ક્રિસ્પી કેળાના ભજિયા, જાણો ખાસ રેસીપી  

સામગ્રી 2-3 છૂંદેલા કેળા, મકાઈનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ, 1-2 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી ઓરેગાનો, 1/2 ટીસ્પૂન ચિલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું, કોથમીર ગાર્નિશ કરવા માટે, 1 ચમચી ચીઝ 

ક્રિસ્પી કેળા ભજીયા રેસીપી સૌ પ્રથમ કેળાને ચમચીથી સ્મેશ કરી લો, એમાં કોર્ન ફલાર અને થોડો ચોખાનો લોટ નાખો અને સારી રીતે મિક્ષ કરો. 

ક્રિસ્પી કેળા ભજીયા રેસીપી એ મિશ્રણમાં થોડી લીલા મરચાની પેસ્ટ ઉમેરો, એમાં ઓરેગાનો અને ચિલ્લી ફ્લેક્સ નાખી પ્રોપર મિક્ષ કરો.  

ક્રિસ્પી કેળા ભજીયા રેસીપી હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, કોથમીરથી ગાર્નિશ કરો અને 1 ચમચી છીણેલું ચીઝ નાખો.કણક બનાવવા માટે તમામ ઘટકોને એકસાથે મિક્સ કરો. 

ક્રિસ્પી કેળા ભજીયા રેસીપી હવે કણક માંથી મોટી રોટલી વણીને સ્ટ્રીપ્સમાં આકાર આપો. ત્યારબાદ તેલ ગરમ કરો તે કેળાની સ્ટ્રીપ્સને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. હવે ગરમ ગરમ કેળાના ભજીયા સર્વ કરો. 

મોરૈયામાંથી બનાવો ફરાળી ટિક્કી, સાત્વિક અને સ્વાદથી ભરપૂર, જાણો રેસીપી