Dwarka: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તા. ૨૮ સુધીના દિવસોમાં ગમે ત્યારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા ખાતે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં તા. ૨૮ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જે અન્વયે રાહત અને બચાવની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી સરકારશ્રી દ્વારા એનડીઆરએફ ટીમ – ૧ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ડીપ્લોય કરવામાં આવેલ છે. આ ટીમ રાહત અને બચાવની કામગીરીને અનુરૂપ તમામ સંસાધનો સાથે એનડીઆરએફની ટીમને જિલ્લા ક્લેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા . વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિગતો મેળવી હતી