જન્માષ્ટમી સ્પેશિયલ। મથુરા પેંડા રેસીપી Shivani Chauhan જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. 

આ તહેવારમાં ભગવાન કૃષ્ણ માટે 56 ભોગના પ્રસાદ ધરવામાં આવે છે, અહીં મથુરા પેંડા રેસીપી શેર કરી છે, જે ખુબજ ઝડપી બની જાય છે, જાણો રેસીપી

સામગ્રી 2 ચમચી ઘી, 1 કપ મિલ્ક પાવડર, 1 ટીસ્પૂન એલચી પાવડર, 1/3 કપ દૂધ, 1/2 કપ પાઉડર સુગર, ગાર્નિશિંગ માટે, પિસ્તા પાવડર 

મથુરા પેંડા રેસીપી મથુરા પેંડા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી કડાઈમાં ઘી ગરમ કરો. એમાં મિલ્ક પાઉડર નાખો, અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સતત મિક્ષ કરતા રહો.  

મથુરા પેંડા રેસીપી બેટર ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે એમાં ઈલાયચી પાઉડર ઉમેરો, ત્યારબાદ એમાં દૂધ ઉમેરો. અને સતત મિક્ષ કરતા રહો. 

મથુરા પેંડા રેસીપી હવે એમાં પાઉડર સુગર નાખી ફરી મિક્ષ કરતાં રહો, બધું મિક્ષ થઇ જાય એટલે એક ડીશમાં બેટરને ટ્રાન્સફર કરો અને ઠંડુ થવા દો.  

મથુરા પેંડા રેસીપી ઠંડુ થઇ જાય એટલે એમાં પાઉડર સુગર ઉમેરી, પેંડા બનાવો, તેને પાઉડર સુગરથી કોટ કરો અને પિસ્તા કતરીથી ગાર્નિશ કરી ભગવાનનો પ્રસાદ ધરો.