Sunita Williams: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બે મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરની વાપસીનો માર્ગ સાફ થઈ ગયો છે. સ્પેસએક્સના અવકાશયાન દ્વારા તેમને પાછા લાવવામાં આવશે. જ્યારે ઈસરોના ચીફને પૂછવામાં આવ્યું કે શું ભારત આ મિશન પૂર્ણ કરી શક્યું હોત તો જાણો તેમણે શું જવાબ આપ્યો.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરના પરત ફરવા પર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, નાસાએ સ્પષ્ટ કર્યું છે કે બંને અવકાશયાત્રીઓને સ્પેસએક્સના ક્રૂ-9 ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરે શરૂઆતમાં આઠ દિવસના મિશન પર બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરી હતી.
જો કે, ત્યાં પહોંચ્યા પછી, બોઇંગના સ્પેસક્રાફ્ટમાં કેટલીક તકનીકી ખામીઓ જોવા મળી હતી, જે પછી તેનું પૃથ્વી પર પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું અને હાલમાં તે 78 દિવસથી વધુ સમયથી સ્પેસ સ્ટેશનમાં છે. હવે નાસાએ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરીને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેમની પરત ફરવાનું સુનિશ્ચિત કર્યું છે. આ ક્રૂ ડ્રેગન આવતા મહિને લોન્ચ થવા જઈ રહ્યું છે.
શું ઈસરો આ મિશન કરી શક્યું હશે?
નાસાએ વિલિયમ્સ અને બેરીને પરત કરવા માટે એલોન મસ્કનું સ્પેસએક્સ પસંદ કર્યું. શું ભારતીય અવકાશ એજન્સી ISRO પણ તેમના પરત ફરવાનું મિશન પૂર્ણ કરી શકશે? આ અંગે તાજેતરના પોડકાસ્ટમાં ઈસરોના વડા એસ. સોમનાથને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં ISRO પાસે આવા મિશનને પાર પાડવાની ક્ષમતા નથી.
એસ સોમનાથે કહ્યું કે અમે અત્યારે કંઈ કરી શકીએ તેમ નથી. અમારી પાસે કોઈ અવકાશયાન નથી જે ત્યાં જઈને તેમને બચાવી શકે. આ શક્ય નથી. તેમણે કહ્યું કે માત્ર અમેરિકા અને રશિયા પાસે જ આવા બચાવ કાર્ય કરવા સક્ષમ અવકાશયાન છે.
‘લોન્ચિંગ સમયે પણ સ્ટારલાઈનરમાં ખામીઓ હતી’
એસ સોમનાથે બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ વિશે કહ્યું કે તેમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. તેથી નાસા જોખમ લેવા માંગતું ન હતું, કારણ કે પ્રસ્થાન કરતા પરત ફરવું વધુ ખતરનાક છે અને સ્ટારલાઈનરને લોન્ચિંગ પહેલા જ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે મિશનને ઘણી વખત સ્થગિત કરવું પડ્યું હતું.