Vadhwan શહેરના ૬૦ ફુટ રોડ પર આવેલ | મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને બી-ડિવીઝન પોલીસે રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂા.૧.૯૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઝડપાયેલ તમામ વ્યક્તિઓ વેપારી તેમજ પ્રતિષ્ઠિત પરિવારના હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. આ અંગે પોલીસ સુત્રો પાસે મળતી માહિતી મુજબ Vadhwanના ૬૦ ફુટ રોડ પર આવેલ મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં રહેતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી વ્યક્તિઓ એકત્ર કરી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે બી-ડિવીઝન પોલીસે રેઈડ કરી હતી.

Vadhwan: રોકડસહિત રૂા. ૧.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત, ઝડપાયેલ શખ્સો રાજકીય આગેવાનના કુટુંબના હોવાની ચર્ચાઓ

જેમાં સ્થળ પરથી જુગાર રમતા પાંચ શખ્સો (૧) ડુંગરભાઈ ભોમજીભાઈકૈલા રહે.૬૦ ફુટ રોડ, મહેશ્વરી કોલોની (૨) અરવિંદભાઈ મદનભાઈ ભુતડા, રહે.૬૦ ફુટ રોડ,’રાજીવ સોસાયટી (૩) હેમંતભાઈ શંકરભાઈ કેલા રહે.૬૦ ફુટ રોડ, રાજીવ સોસાયટી (૪) હિતેષભાઈ તારાચંદભાઈ કૈલા, રહે.૬૦ ફુટ રોડ, મહેશ્વરી કોલોની અને (૫) સુરેશભાઈ મદનભાઈ ભુતડા, રહે.૬૦ ફુટ રોડ, મહેશ્વરી કોલોનીવાળાને રોકડ રૂા.૧,૪૬,૪૫૦ તથા મોબાઈલ | નંગ-૩ કિંમત રૂા.૫૦,૦૦૦ સહિત કુલ રૂા. ૧,૯૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા હેઠળ બી-ડિવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો. ઝડપાયેલ તમામ શખ્સો રાજકીય આગેવાનના સ્નેહીજનો અને કૌટુંમ્બીક હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને રહેણાંક | વિસ્તારમાંથી જુગાર રમતા ઝડપાતા ચર્ચાઓએ જોર પકડયું છે તેમજ મોડીરાત સુધી ઝડપાયેલ શખ્સોને એનકેન પ્રકારે બચાવવા માટે રાજકીય હોદ્દેદારો અને | આગેવાનોએ તમામ પ્રકારની લાગવગ લગાડી હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં ગરમાવો વ્યાપી ગયો છે.