Congressએ શનિવારે કહ્યું હતું કે બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તે બંધ થવો જોઈએ. બીજેપી શાસિત રાજ્યોમાં વારંવાર લઘુમતીઓને નિશાન બનાવવું એ ખૂબ જ ચિંતાનો વિષય છે.

એક અધિકારીએ કહ્યું હતું કે, ‘કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેઝાદ અલી નામના વ્યક્તિનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. બુધવારની હિંસામાં 150 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

‘પરિવારને બેઘર બનાવવું અમાનવીય છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોઈ વ્યક્તિનું ઘર તોડીને તેના પરિવારને બેઘર કરી દેવું એ અમાનવીય અને અન્યાયી છે. તેમણે X પરની એક પોસ્ટમાં કહ્યું કે, ‘ભાજપ શાસિત રાજ્યોમાં લઘુમતીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે તે ચિંતાજનક છે.

પ્રિયંકા ગાંધીએ પણ X પર પોસ્ટ કર્યું
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, કાયદા દ્વારા સંચાલિત સમાજમાં આવી કાર્યવાહી માટે કોઈ સ્થાન નથી. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ X પર એક પોસ્ટમાં કહ્યું, ‘જો કોઈ વ્યક્તિ પર ગુનાનો આરોપ છે, તો માત્ર કોર્ટ તેના ગુના અને સજા અંગે નિર્ણય કરી શકે છે. પરંતુ આરોપ લાગતાની સાથે જ આરોપીના પરિવારને સજા કરવી, માથેથી છત છીનવી લેવી, કાયદાનું પાલન ન કરવું એ કોર્ટની અપમાન છે. આરોપીનું ઘર તોડવું એ ન્યાય નથી.