Ahmedabad: રાજ્યભરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મેઘરાજા મને મૂકીને વરસી રહ્યા છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વહેલી સવારથી સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે.

નોંધનીય છે કે હવમાન વિભાગની આગાહી બાદ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કપડવંજમાં વહેલી સવાર થી ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા છે. જ્યારે એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઇએ કે પટેલ વાળા, મીના બજાર, કાછીયાવાડ, રત્નાકર માતા રોડ, દાણા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત પૂર્વીય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. અમદાવાદ (Ahmedabad)માં બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.