Gujarat: ચોટીલા નેશનલ હાઈવે પર અજનાનભાઈ પરમાર બાઈક લઈ પસાર થઈ રહ્યાં હતાં તે દરમિયાન હાઈવે પર આવેલ એક હોટલમાંથી પુરપાટ ઝડપે નિકળેલ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકના ચાલક અજનાનભાઈ નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલા હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટવ રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં.
Gujarat: ગાયનેકોલોજીસ્ટ ડો. વિલ્યેશ ઘેટિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પોર, વડોદરાના પડિયાટ્રિશિયનુ ડી. મનાલી ઘેટિયાએ પોતાની જ ડૂવેન્ઝ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈને બીજા ડોક્ટરની ખોટી સહી કરીને ઈન્સ્યોરન્સ ક્લેઈમ મૂકેલો હતો. ઈન્સ્યોરન્સ કંપનીએ કરેલી આ ફરિયાદ પુરવાર થતાં બંને ડોક્ટરના લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા.
વેરાવળ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. પ્રવીણ વૈન્સની દર્દી વિરુદ્ધ ખરાબ વર્તનની ફરિયાદ થઇ હતી. કાઉન્સિલ દ્વારા આ મામલે તેમને સુનાવણી માટે ચાર વખત બોલાવ્યા હોવા છતાં તેઓ હાજર નહીં થતાં આઈએમસી રેગ્યુલેશન્સ ૨૦૦૨ના નિયમ ૮.૫ મુજબ તેઓ જ્યાં સુધી કાઉન્સિલ સમક્ષ રૂબરૂ હાજર થાય નહીં ત્યાં સુધી તેમનું લાયસન્સ સસ્પેન્ડ! કરાયું બીજી તરફ હિંમતનગરની પૂજન ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. પલ્લવ પટેલ દ્વારા દર્દીના પગના ઓપરેશન અને તેમના ડિસ્ચાર્જ થયા બાદ પણ ગૌઝ પીસની ફરિયાદનો વિડીયો એફએસએલ દ્વારા સાચો હોવાનો રીપોર્ટ આવતાં તેમનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરાયું છે. ડો. નીતિન વોરાની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત મેડિકલ કાઉન્સિલની સભામાં આ ચાર સ્પેશિયાલિસ્ટ તબીબોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.