જન્માષ્ટમી મેળામાં સ્ટોલ મુકવા માટે વેપારીઓની સ્પર્ધા જામતી હોય છે. પણ Dhoraji માં લોકમેળા મેદાનને સ્થાનિક વહીવટીતંત્રના વહીવટદારે સાફજ ન કરાવતા ત્રણ ત્રણ પ્રયાસોના અંતે પણ કોઈ મેળાના મેદાનને લેવા તૈયાર ન થતાં આખરે ભાઈસાબ બાપા કરીને બે વ્યકિતને અપસેટ પ્રાઈઝ રૂા. ૪.૧૨ લાખના બદલે રૂા. ૨.૦૧ લાખમાં જ આપવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં લોકમેળાના એકાઉન્ટમાં લોકમેળાની અગાઉની આવકના એક કરોડ જમા હોવા છતાં Dhoraji વહીવટદારે મેદાન જ સાફ ન કરાવતા આ સ્થિતિ સર્જાઈ છે.

ત્રણ -ત્રણ વાર પ્રયાસ કરવા છતાં કોઈએ ટેન્ડર ન ભરતા આખરે બે વ્યકિતને બોલાવી રૂા.૪.૧૨લાખના બદલે રૂા.૨.૦૧ લાખમાં જ મેળા ગ્રાઉન્ડ આપી દીધું Dhoraji અને ગોંડલ તેમજ રાજકોટમાં સરકારી વહીવટીતંત્ર દ્વારા મેળાના આયોજન થાય છે. ગોંડલ પાલિકાએ મેદાનની હરાજી કરતા જ પોણો કરોડ જેવી રકમ ઉપજી હતી. પણ Dhorajiના વહીવટદાર મેળાના મેદાનના માર્કેટિંગમાં ઉણા ઉતર્યા છે. અહીં મેળાને અપસેટ પ્રાઈઝના બદલે અડધી કિંમતે જ આપવો પડ્યો છે.

આજ વહીવટદારના કારણે ગઈ સાલ મેળો સદંતર બંધ રહ્યો હતો.જેનુ આ સાલ પણ પુનરાવર્તન થાત. પણ ઉચ્ચકક્ષાએથી દબાણ આવતા મેળો યોજવાની ફરજ પડી છે. ધોરાજીના મામલતદાર જોશીએ સરકારની આબરૂ બચાવવા માટે તાત્કાલિક લોકમેળા યોજતા પાટીઓને બોલાવી અપસેટ કિંમતની અડધી કિંમતમાં જન્માષ્ટમીનો મેળો ચાલુ કલેક્ટર ત્યારથી લીધા ખર્ચે જે છે. રાખવા પ્રયત્ન કર્યા હતો.

હવે અહી લોક મેળો યોજાશે પરંતુ જન્માષ્ટમીનો લોકમેળાનું ગ્રાઉન્ડ અતિ કાદવ કીચડથી ભરાયેલું હોય છે . ખાસ નોધનીય બાબત એ છે કે જન્માષ્ટમી અને ઉર્સના મેળાની અંદાજે દોઢ કરોડ જેવી આવક પાલિકાના મેળા હેડના એકાઉન્ટમાં સરકારી તેજુરીમાં પડી છે અગાઉ શરતો તત્કાલીન ડેપ્યુટી કલેકટર ગોવિંદસિંહ રાઠોડ એ આ રકમનો સદઉપયોગ કરીને જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડમાં પેવરિંગ કરી સીસી રોડ બનાવી તેમજ બાકી બચેલા ગ્રાઉન્ડમાં બ્લોક ફીટ કરી ફરતી ફેન્સીંગ કરવાનું નક્કી કરેલું હતું. તેમની ત્રણ વર્ષ પૂરા થઈ જતા તેઓની બદલી થઈ હતી પછી કોઈ આ મેદાનના વિકાસ બાબતની ગંભીર નોંધ લીધા વગર ભગવાન ભરોસે તંત્ર ચાલતું હતું.

એ પછી હાલના વહીવટદાર ડેપ્યુટી જ્યારથી ધોરાજીમાં આવ્યા છે આ બાબતે કોઈ મહત્વના નિર્ણયો નહીં, અને નગરપાલિકાના તેઓ વહીવટદાર દોઢ વર્ષથી હોવા છતાં પણ જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડને સરકારના નગરપાલિકાના ફંડમાં પૈસા પડયા તેનો સદુપયોગ પણ નથી કર્યો.ગ્રાઉન્ડની સાફ સફાઈ કરાવી લેવલ કરાવીને પેવર રોડ સીસી રોડ બ્લોક ફીટ કરી સરખું ગ્રાઉન્ડ કરાવ્યું હોત તો આજે| જન્માષ્ટમીનો લોકમેળો લેવા માટે કોન્ટ્રાક્ટરોની પડાપડી થઈ હોત, અને ભાવ પણ મોટા આવ્યા હોત . પરંતુ જન્માષ્ટમી લોકમેળાના ટેન્ડરની આકરી ગોઠવી હતી.જેનું મેળો લેનાર જ ન કરી શકે! હાલની શરતો એવી છે કે કાદવ કીચડવાળા ગ્રાઉન્ડને કોન્ટ્રાક્ટર જેલ્યે તેમને જાતે સરખું કરવાનું જે મેળાના છેલ્લા દિવસોમાં કોઈ કરી ન શકે અને વહીવટદારની મનસા મુજબ ટાઢા પાણીએ ખસ જાય… આ પ્રકારના અણઘટ નિર્ણયો અને શરતોની સાથે ટેન્ડર મૂકે છે ત્યારે ગયા વર્ષે એક પણ ટેન્ડર ઉપડયું ન હતું અને જન્માષ્ટમીનો લોકમેળો સરકારી રાહે બંધ રહ્યો હતો.

આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમગ્ર હિન્દુ સમાજના આગેવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને જે તે સમયે અનેક રજૂઆત કરી હતી છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં ગ્રાઉન્ડ જે સ્થિતિમાં હતું એનાથી પણ વધારે ખરાબ હાલતમાં થઈ ગયું દરમિયાન સરકારમાંથી દબાણ આવતા મામલતદાર જોશીએ જન્માષ્ટમી લોકમેળાના જેમને ટેન્ડર ભર્યા હશે તેમને સંપર્ક કરીને મહેસુલ સેવા સદન ઓફિસમાં બોલાવ્યા હતા અને લોકમેળાની ૪,૧૨,૦૦૦ ની અપસેટ કિંમત હતી તે કિંમત પ્રમાણે કોઈ લેવા તૈયાર ન થતા અંતે ૨,૦૧,૦૦૦માં જન્માષ્ટમીનો લોકમેળો યોજવા સહમતિ દર્શાવતા મેળો પાટીને સોંપી દીધો હતો.