Okha નજીક આવેલા સુદર્શન સેતુ પર એક શખ્સ દ્વારા કારની છત પર બેસીને રીલ બનાવી જીવ જોખમમાં મુકતા આ અંગે Okha મરીન પોલીસે કાર્યવાહી કરી, કાર ચાલક સહિત બંને શખ્સો સામે ગુનો દર્જ કયી હતો. આ સાથે ગાંધીનગર સુધી પગેરું દબાવીને બંનેની અટકાયત કરી છે.
યાત્રિકોથી ધમધમતા બ્રિજ પર ચાલુ કારની છત પર બેસીને વીડિયોગ્રાફી કરવા બદલ કાર્યવાહી
વિગત મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામના વેલપુરા ખાતે રહેતા મયુરસિંહ દિલીપસિંહ ચાવડા નામના યુવાન દ્વારા પોતાના શોખ ખાતર રીલ (વિડીયો) બનાવવા માટે સુદર્શન બ્રિજ ઉપરના રોડ જી.જે. નંબરની કાર રોડ પર ચાલતી હતી, ત્યારે તેમની છત ઉપર બેસીને માનવ જોખમાય રીતે રેકોર્ડિંગ કર્યું હતું. આ પ્રકરણમાં અન્ય એક આરોપી એવા દેહગામ તાલુકાના વેલપુરાના રહીશ યુવરાજસિંહ જયદીપસિંહ ઝાલાએ બીજાનો જીવ જોખમમાં મુકાઈ જાય તે રીતે બેદરકારી અને ગફલતભરી રીતે કારની છત ઉપર આરોપી મયુરસિંહ દિલીપસિંહ ચાવડાને ઉભો રાખી અને કાર રોડ ઉપર ચલાવીને બેજવાબદારીભર્યું કૃત્ય કર્યું હતું. આશરે દોઢેક માસ પૂર્વેના એ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ગઈકાલે બંનેની અટકાયત કરી લીધી હતી.
કુંભારિયાની સીમમાં ખેતરમાં વીજશોક લાગતા કરૂણ મોત
મોરબીઃ માળિયા મિંયાણા તાલુકાના કુંભારિયા ગામના રહેવાસી મનહરભાઈ કરશનભાઈ લોરિયા ઉ.વ.૫૦ નામના ખેડૂત સીમમાં આવેલ પોતાના ખેતરે પિયત કરવા માટે ઈલેકટ્રિક મોટર રીપેર કરતી વેળાએ ઈલેકટ્રિક શોક લાગતા મોત થયું હતું. બનવને પગલે માલિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.