જૂનાવઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં આજે ગોંડલના MLAના પુત્ર સહિતનાઓની જામીન અરજી અંગે સુનાવણી પૂર્ણ થઈ હતી. હવે આજે જામીન અરજી અંગે હુકમ થશે. ફરિયાદ પક્ષ દ્વારા જામીન અરજી અંગે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે શું નિર્ણય થાય છે ? એ જોવું રહ્યું.

‘જામીન મળી જશે’ એવા ભાજપના આગેવાનના નિવેદન અંગે પણ ફરિયાદ પક્ષ તરફથી વાંધો રજૂ

શહેરના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો તેમજ ધમકી આપી એટ્રોસિટીના કેસમાં ગોંડલના MLAના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિત શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી પોલીસે ૪૫૦૦થી વધુ પેજનુ ચાર્જશીટ રજૂ કર્યું.

આ કેસમાં ગણેશ જાડેજા સહિતનાઓએ જામીન અરજી કરી હતી. ગત તા.૧૭ના જામીન અરજી અંગે સુનાવણી થઈ હતી. ત્યારે ફરિયાદ પક્ષની દલીલ બાકી હતી. જ્યારે બચાવ પક્ષની દલીલ બાકી હતી. આજે સુનાવણી થતા બંને પક્ષની દલીલ હવે પૂર્ણ થઈ છે. તા.૨૩ના જામીન અરજી અંગે સૂનાવણી થશે.

ફરિયાદ પક્ષ દ્વારા ભાજપના એક આગેવાને જામીન મળી જશે એવુ નિવેદન કર્યું હતું. આ સહિતના વાંધા રજૂ જરી જામીન ન આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે આવતીકાલે શું ચુકાદો આપવામાં આવે છે ?એ તરફ મીટ મંડાઈ છે.