ગ્લોઇંગ સ્કિન માટે આવી રીતે કરો છાશનો ઉપયોગ  

લોકો પેટ ઠુંડુ કરવા માટે છાશ પીવે છે પણ તમને જાણીને નવાઇ લાગશે કે તેના ઉપયોગથી તમે સ્કિનને ગ્લોઇંગ પણ બનાવી શકો છો 

બેસનમાં છાશ અને એક ચપટી હળદર પાઉડર મિલાવીને ફેસ પેક બનાવીને લગાવવાથી તમારી સ્કિન ગ્લો કરી શકે છે 

સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે તમે મોસંબીની છાલના પાઉડરમાં છાશ ભેળવીને લગાવી શકો છો. 

ચહેરા પર ચમક લાવવા માટે તમે મધમાં છાશ મિલાવીને આખા ચહેરા પર લગાવી શકો છો 

ચહેરાની ટૈનિંગ દૂર કરવા માટે તમે છાશને ટમેટાના જ્યૂસમાં મિલાવીને લગાવી શકો છો 

પપૈયાના પલ્પમાં છાશ ભેળવીને ચહેરા પર લગાવવાથી કાળાશ ઓછી થઇ શકે છે.