જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનને ધરો મગદાળની બરફીનો પ્રસાદ, પરફેક્ટ બરફી બનાવાની રીત
સામગ્રી 1 કપ મગની દાળ, 1/2 કપ મિલ્ક પાવડર, 1 કપ દૂધ (કેસર દૂધનો ઉપયોગ કરો), 3/4 કપ ખાંડ, 1 ચમચી ડ્રાયફ્રૂટ્સ, 1/2 ચમચી ઈલાઈચી પાઉડર
મગ દાળ બરફી રેસીપી સૌ પ્રથમ 3-4 કલાક મગની ફોતરાં વગરની દાળને પલાળી રાખો. ત્યારબાદ 15 મિનિટ સુધી સૂકવવા દો.
મગ દાળ બરફી રેસીપી પછી દાળને 10 મિનિટ માટે શેકી પેનમાં ડ્રાય શેકી લો.
શેકાઈ જાય એટલે મિક્ષર ગ્રાઈન્ડરમાં ક્રશ પાઉડર તૈયાર કરો. હવે એક એક પેનમાં ઘી ગરમ કરો અને પાઉડર શેકી લો.
મગ દાળ બરફી રેસીપી સારી રીતે પાઉડર શેકાઈ જાય એટલે એમાં મિલ્ક પાઉડર નાખો અને પ્રોપર શેકી લો. ત્યારબાદ એમાં કેસર વાળું દૂધ નાખો અને બધું મિક્ષ કરો.
મગ દાળ બરફી રેસીપી ત્યારબાદ ખાંડ ઉમેરીને સતત હલાવતા રહો અને ત્યારબાદ મિશ્રણ કુક થઇ જાય એટલે એમાં ડ્રાય ફ્રૂટ્સ અને ઈલાયચી પાઉડર ઉમેરો.