પનીર, સોયા અને ચણામાંથી બનાવો પ્રોટીનથી ભરપૂર હેલ્ધી બોલ્સ, જાણો ખાસ રેસીપી  

ચોમાસાની સીઝન છે તેથી મોટેભાગે આપણને કે કંઇક ક્રન્ચી, ક્રિસ્પી ખાવાની ઈચ્છા થાય છે 

રંતુ સાથે ઉચ્ચ કેલરીવાળા નાસ્તાથી પણ દૂર રહેવું છે તો ઘરે બનાવો હેલ્ધી પ્રોટીન બોલ્સ, જાણો ખાસ રેસીપી 

સામગ્રી 1 કપ સોયા ચંક્સ, 3 ચમચી શેકેલા ચણા, 75 ગ્રામ પનીર, 1 કપ કોથમીર, 3-4 કળી લસણ, 2 સૂકા લાલ મરચા, 2 લીલા મરચા,1 ટીસ્પૂન દાડમ, 1 ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદાનુસાર મીઠું, મરચું પાવડર સ્વાદ માટે 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન જીરા 

પ્રોટીન બોલ્સ રેસીપી સૌ પ્રથમ સોયા ચંક્સને ગરમ પાણીમાં ઉકાળો. થઇ જાય એટલે ઠંડા થવા માટે મુકો. હવે બ્લેન્ડરમાં, ઠંડા થયા પછી બાફેલા સોયાના ટુકડાને પીસી લો 

 પ્રોટીન બોલ્સ રેસીપી ત્યારબાદ બ્લેન્ડરમાં શેકેલી ચણાની દાળ, લસણ, ધાણાજીરું, લાલ મરચાં, લીલાં મરચાં, દાડમનું મિશ્રણ બનાવો. એક બાઉલમાં બંને સોયા ચંક અને મિશ્રણને મિક્સ કરો.

પ્રોટીન બોલ્સ રેસીપી હવે એમાં છીણેલું પનીર, સમારેલી ડુંગળી, ધાણાજીરું, મીઠું, મરચું પાવડર, ગરમ મસાલો અને જીરા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. તમારા હાથને ગ્રીસ કરો અને મિશ્રણમાંથી બોલ તૈયાર કરો.