Gujarat રાજય વકફ ટ્રિબ્યુનલના ત્રીજા સભ્ય(જજ) તરીકે નિયુકત થયેલા અનવરહુસૈન મોહમંદરફીક શેખની રાજય સરકારને આખરે વિધિવત્ હકાલપટ્ટી કરવી પડી છે. રાજયના કાયદા વિભાગ દ્વારા Gujaratના રાજયપાલના હુકમથી અનવરહુસૈન શેખની સેવા સમાપ્ત કરવા અંગે તાકીદની અધિસૂચના જારી કરી હતી. Gujarat રાજય વકફ ટ્રિબ્યુનલમાં અનવરહુસૈન મોહમંદરફીક શેખની જજ તરીકે વિવાદીત નિમણૂંક કરવાને લઈ Gujarat હાઈકોર્ટે લાલ આંખ કરી હતી, જેને પગલે કાયદા વિભાગે બહુ મોટા નિર્ણય મારફતે આખરે વકફ ટ્રિબ્યુનલના જજને ઘર ભેગા કરવા પડયા હતા.

અનવરહુસૈન શેખનો ગુનાહિત ઇતિહાસ હોવા છતાં જજ તરીકે નિમણૂક થતાં હાઈકોર્ટે કાયદા સચિવ પાસેથી જવાબ માંગ્યો હતો ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલમાં અનવરહુસૈન શેખની જજ તરીકે નિમણૂંક કરવાના રાજય સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી બીબીજી મસ્જિદના ટ્રસ્ટીઓ તરફથી કરાયેલી જાહરેહિતની રિટ અરજીમાં બહુ મહત્ત્વની જાહેરહિતની રિટ અરજીમાં તાજેતરમાં જ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે કેસની ગંભીરતા ધ્યાને લઈને આ મામલે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી.

હાઈકોર્ટે અનવરહુસૈન શેખની નિમણૂંકને લઈ હવે સરકાર શું કરવા માંગે છે તે મામલે વલણ સ્પષ્ટ કરતો જવાબ રજૂ કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો છે. આ કેસમાં હાઈકોર્ટે ખુદ રાજયના કાયદા સચિવને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના આકરા વલણને પગલે રાજયના કાયદા વિભાગને વકફ ટ્રિબ્યુનલના જજ તરીકે અનવરહુસૈન મોહમંદરફીક શેખની તાત્કાલિક અસરથી સેવા સમાપ્ત કરવા અંગેનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કાયદા વિભાગ દ્વારા સુઓમોટો દાખલ કરી હતી. હાઈકોર્ટે તાકીદની અધિસૂચના મારફતે આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યકિતની | નિર્ણયની જાહેરાત કરાઈ હતી. રાજય વકફ ટ્રિબ્યુનલમાં નિમણૂંક કરવા | બીજીબાજુ, વકફ ટ્રિબ્યુનલ જજના ગુનાહિત ઈતિહાસના કારણોસર હકાલપટ્ટીના સમાચારને પગલે રાજય ન્યાયતંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી.