સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિમાં સૈકાઓથી Lok Melaનું વિશેષ મહત્વ રહ્યું છે. શ્રાવણ મહિના દરમિયાન રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રનાં જુદા જુદા ધાર્મિક સ્થળોએ યોજાતા Lok Melaમાં સંખ્યાબંધ લોકો ઉમટે છે. રાજકોટ, જામનગર, પોરબંદર દવારકા અને સુરેન્દ્રનગર વિસ્તારમાં યોજતા Lok Mela ની ઐતિહાસિક વિગતો અહી પ્રસ્તુત છે.
ઘેલા સોમનાથ, જડેશ્વર મહાદેવ, ધ્રોલ નજીક ભુચરમોરી, ભાણવડના ઈન્દ્રેશ્વર મંદિર નજીક યોજાશે શ્રાવણી મેળા
- રાજકોટમાં ૧૯૮૩માં સૌ પ્રથમ શાસ્ત્રી મેદાનમાં મેળો યોજાયો હતો. હવે રેસકોર્ષ મેદાનમાં વહિવટી તંત્રની લોકમેળા સમિતિ દ્વારા શ્રાવણ માસમાં| લોકમેળો યોજાય છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
- રાજકોટથી ૧૦ કિ.મી. દૂરમાધાપર પાસે ઈશ્વરિયા મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસમાં મેળો ભરાય છે. એજ રીતે રાજકોટથી ૬૦ કિમિ દૂર જડેશ્વર મહાદેવ | અને ૭૬ કિ.મિ. દુર ઘેલા સોમનાથ મંદિરે | પણ શ્રાવણી મેળો યોજાય છે.
- સુરેન્દ્રનગરથી ૯૫ કિમિ દૂર | આવેલા પાંચાળ પંથકમાં તરણેતર ગામ | નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાય છે. રંગબેરંગી પરંપરાગત પોશાકો પહેરીને મેળો મહાલતા યુવાનો માટે અનેરો લ્હાવો ગ્રામીણ ઓલ્મિપિક પણ તરણેતરના મેળામાં યોજાય છે.
- જામનગરમાં બસ સ્ટેશનની પાસેના મેદાનમાં એક માસ સુધી મેળા યોજાય છે. જામનગરથી ૩૮ કિ.મિ. ધ્રોલ પાસે ભુચરમોરી ખાતે શ્રાવણ વદ તેરસ, ચૌદશ અને અમાસનો મેળો ભરાય છે. જામનગરથી ૩૬ કિમિ દૂર આવેલા કાલાવડ પાસે રણુજા ગામે હિન્દવા પીર ગણાતા રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં પણ મોટો લોકમેળો ભરાય છે.
- દ્વારકા પાસેના શિવરાજપુરમાં તથા કલ્યાણપુર તાલુકાનાં પીંડારા કે જયાં પાંડવોએ ૧૦૮ પિંડ તરાવ્યા હતાં. આ બંને સ્થળે મલ્લ કુસ્તી મેળા યોજાય છે. ભાણવડ પાસેના ઈન્દ્રેશ્વર મંદિર કે જે ત્રણ નદીનું સંગમ સ્થળ છે. ત્યાં શ્રાવણી અમાસ મેળો ભરાય છે.