Chotila-થાનગઢ રોડ ઉપર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ નામની જિનિંગ મિલમાં કામ કરતા ૩૦૦ જેટલા મજૂરોને પગાર ચૂકવ્યા વગર સંચાલકો નાસી છૂટયા હતા. જેથી મજૂરો રોડ ઉપર ઉતરી આવતા મામલો ગરમાયો હતો અને પોલીસે દોડી જઈને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમાં ખેડૂતો, દલાલો, વેપારીઓનાં પણ કરોડો રૂપિયા ફસાયા હોવાથી ઉહાપોહ મચી ગયો છે.

Chotila સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટનાં અનેક વેપારી, દલાલો, ખેડૂતોનાં પણ કરોડો રૂપિયા ફસાયા હોવાથી ઉહાપોહઃ ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા.

પ્રાપ્ત માહિતી મુજબ, Chotila થાનગઢ રોડ ઉપર સિધ્ધનાથ કોટેક્ષ પ્રા. લી નામની કોટન દોરા બનાવતી જીનીંગ ફેકટરીના સંચાલકો રાતોરાત પડેલ માલ અને વાહનો સહિત જતા રહ્યા હતા ત્યારે કામ કરતા ૩૦૦ જેટલા મજુરો રોડ ઉપર ઉતરી આવતા પોલીસ દોડી ગઈ હતી. આ ફેક્ટરી એકાદ મહિનાથી બંધ છે ૮૦૦ જેટલા કામદારો કામ કરતા હતા. જેમાં મોટાભાગનાં યુપી, એમપી, બિહાર, ઝારખંડ અને સ્થાનિક હતા. તેમાંથી જેઓને પગાર ચુકવાયો તેઓ થોડ દિવસ પૂર્વે જતા રહેલા અને બાકીનાઓને આજે ચૂકવવાનો વાયદો હતો, પરંતુ તે પૂર્વે જ પેઢીના સંચાલકો રાત્રીના લોડર સહિત ચીજવસ્તુઓ લઈને જતા રહેલા અને તેઓનો ફોન પણ સ્વીચ ઓફ આવતા નાછુટકે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ મજુરોની વાત લોકોમાં પહોંચતા

જે ખેડૂતોએ પોતાનો કપાસ આપેલો તેવા પંથકનાં અલગ અલગ ગામનાં ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જેઓની લાખો રૂપિયાની રકમ લેણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે સમય સુચકતા વાપરી કોઈ અઘટીત ઘટના ના બને તે માટે મોટો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મજુરોને છેલ્લા કેટલાક દિવસોથી કહેવાયું હતું કે તમોને પગાર ના મળે ત્યાં સુધી અહીં રહો અને કેન્ટીંગમાં જમવાનું છે, પરંતું રાશન નથી, હવે આજ સાંજ થી કેન્ટીંગમાં જમવા નહીં મળે તેવું રસોયાએ જાહેર કરતા મજુરો રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

મોટી સંખ્યામાં કામ કરતા પરપ્રાતિયનું મજુરો પૈસાને કારણે ફસાયા હોવાનું જાણ થતા પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા મામલતદાર વી. એમ. પટેલ પણ દોડી ગયા હતા અને મજુરોને જમવાની વ્યવસ્થા કરાવી હતી. સમગ્ર મામલા અંગે પોલીસને તપાસ અને તંત્ર આ અંગે સંપુર્ણ કાયદાકીય કાર્યવાહી કરશે તેવું ડે. કલેકટરે જણાવ્યું છે આ પેઢી કાચી પડી છે અને મોટી રકમનાં ચુકવણા બાકી છે અને ખેડૂતો અને વેપારી લોકો સાથે કરોડોની રકમનું ચીટીંગ કરેલ છે ત્યારે તેઓની વિરૂધ્ધમાં મુખ્ય માલિક સહિતનાઓ સામે ફરિયાદીઓ પાસેથી વિગતો મેળવી ગુનો દાખલ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ આઈ. બી. વલવીએ જણાવ્યું છે.

ચોટીલામાં જિનિંગ મિલને તાળાં મારીને સંચાલકો નાસી છૂટતા મજૂરોનાં ટોળા ઉમટી પડવાથી માહોલ તંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવીને તપાસ શરૂ કરાઈ હતી. લાખોનો કપાસ ખેડૂતોએ વહેચ્યો હોય આજનો નાણા ચુકવવાનો વાયદો કર્યા બાદ પેઢીને તાળા લાગતા દલાલો તેમજ મજૂરો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.

રાજકોટના પણ અનેક વેપારી, દલાલો અને ખેડૂતો ફસાયા હોય તેઓ રજૂઆત કરવા રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યાં હતા. જીનીંગ માલિકો બંધુઓ દેશ છોડી નાસી છૂટશે તો ખેડૂતો અને વેપારીઓને અંદાજે ૩૦૦ કરોડનો ચૂનો લાગવાની દહેશત વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. સૌરાષ્ટ્રનાં જીનીંગ ઉદ્યોગપતિઓમાં કરોડમાં પેઢી ઉઠીની ચર્ચા અને ફેક્ટરી ઉપર મજદુરો દયનીય પરિસ્થિતિમાં મુકાયા હોવાની વિગતો સાપડતા જીલ્લા પોલીસ વડા ચોટીલા દોડી આવ્યા હતા.