Morbi,જામનગર સૌરાષ્ટ્રમાં વરસાદ થંભી થયો છે પણ જૂગાર રોકાતો નથી.આજે Morbi જામનગર પોલીસે વિવિધ સ્થળે જૂગાર રમતા કુલ ૫૭ પત્તાપ્રેમીઓને રૂા. ૨.૮૦ લાખ રોકડા સાથે પકડી પાડયા છે .દરોડાઓમાં બાળકો અને મહિલાઓ પણ જૂગારપ રમતાં ઝડપાઈ છે!

Morbiમાં બાળ કિશોર સહીત ૧૬, અને જામનગરમાં પાંચ મહિલાઓ સહીતના ૪૧ પત્તાપ્રેમીઓ પકડાયા.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે બે અલગ અલગ સ્થળે જુગારના દરોડા પાડી ૧૫ પત્તાપ્રેમી સહીત બાળ કિશોર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બન્ને દરોડા મળીને કુલ ચાલીસ હજારની રકમ કબજે કરવામાંઆવી છે. મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે શોભેશ્વર રોડ સહિતની અલગ અગલ ચાર સ્થળે જુગારના દરોડા પાડી ૨૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે તેમજ આશરે ૪૩ હજારની રકમ કબજે કરી છે. વાંકાનેર સીટીમાં બે અલગ અલગ સ્થળે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસની ટીમે ઝડપી પાડી રૂા. ૧૭ હજારની રોકડ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેરના આણંદપર ગામે રામદેવપીરના મંદિર પાસે આઠ પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે રૂા. ૪૦૨૦૦ રોકડ રકમ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

માળિયાના જુના ઘાંટીળા ગામની સીમમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ.૧૭૮૫૦ સાથે માળિયા | પોલીસની ટીમે ઝડપી પાડયા છે.ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં ચાર પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસની ટીમે રૂ.૨૩૮૦૦ સાથે ઝડપી પાડયા હતા. જામનગર શહેર તેમજ જિલ્લામાંજુદા જુદા અગિયાર સ્થળોએ દરોડાઓ પાડયા હતાં. જેમાં પાંચ| મહિલાઓ સહિત ૪૧ જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી ૯૮ હજારની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કયી છે. જામનગરમાં નવાગામ ઘેડ, ઉપરાંત ધ્રોલ તાલુકાના લાલુકપરા ગામે સાત શખ્સોને રૂા. ૧૩,૮૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીકના ગોરખડી ગામે પાદરમાં રોન પોલીસનો જુગાર રમી રહેલ ૬ શખ્સોને રોકડ રૂા. ૧૩,૬૩૦ સાથે પકડી લીધા હતા.જ્યારે ધ્રોલ નજીકના માણેકપર ચોકડી પાસે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૦,૪૦૦ કબ્જે કર્યા હતા. શેઠવડાળા ગામે ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. ૧૧૯૦ કબ્જે કર્યા હતા.તેમજ મેઘપર નજીકના સિંગચ ગામે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ ૬ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા. ૧૭,૩૪૦ની રકમ કબ્જે કરી હતી.