Gujarat: ગુજરાતીને તાન્ઝાનિયાથી નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએસ જવાનો પ્રયાસ કરતી વખતે શુક્રવારે બે મહિલા, એક વરિષ્ઠ નાગરિક અને એક તરુણ સહિત ચાર જણને તાંઝાનિયાથી મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ આ ચારેયની પોલીસે ધરપકડ કરી હતી. આ ચારમાંથી બે મહિલા તથા એક તરુણ મૂળ ગુજરાતના વતની છે જયારે તેમનો હેન્ડલર મુંબઈનો રહીશ છે.

Gujarat: બે મહિલા અને યુવક તથા હેન્ડલરની ધરપકડ, તાન્ઝાનિયા સુધી અસલી પાસપોર્ટ પર ગયા, ત્યાંથી નકલી પાસપોર્ટ પર યુએસ જવા પ્રયાસ કર્યો હતો. સહાર પોલીસ દ્વારા ઝડપાયેલાઓમાં ૩૨ વર્ષના ગીતાબેન માનસિંગ ચૌધરી, ૩૭વર્ષીય ભારતીય બેન જીવણભાઈ ચૌધરી તથા ૨૦વર્ષના ગોવિંદભાઈ ચૌધરી ઉપરાંત તેમના ૭૫ વર્ષીય હેન્ડલર રમેશ ભજન ઠાકુરનો સમાવેશ થાય છે. તાંઝાનિયામાં આ લોકોની પૂછપરછ અને તપાસ દરમિયાન ત્યાંના સત્તાવાળાઓએ શોધી કાઢયું હતું કે આ ચારમાંથી ત્રણ જણ પાસે બે-બે પાસપોર્ટ હતા.

આરોપીઓની યાદી

૧. ગીતા બેન માનસિંગ ચૌધરી, નાથશેરી, લક્ષ્મીપુરા, મહેસાણા

૨. ભારતીબેન જીવણભાઈ ચૌધરી, ગા કૂઈ, વિસનગર, જિ. મહેસાણા

૩. અંશ ગોવિંદભાઈ ચૌધરી, સોલયા ગામ, તા. માણસા, જિ. ગાંધીનગર

૪. રમેશ ભજન ઠાકુર, ફોબિયન એપાર્ટમેન્ટ, બાન્દ્રા વેસ્ટ, મુંબઈ