અમદાવાદ, વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત Statue of Unity-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે નક્કી કર્યુ છે સાથે સાથે આ કોરિડોર માટે રૂા.381.16 કરોડ ફાળવ્યાં છે. રાજ્ય સરકારે રૂા. ૩૮૨ કરોડની ફાળવણી કરી, બે અંડરપાસ-એલીવેટેડ કોરિડોર બનશે.

આ Statue of Unity અને એક્તા નગરનું અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં ટુરીસ્ટ આવે છે. Statue of Unity સુધી પહોંચવામાં સરળતા રહે, ઈંધણનો બચાવ થાય અને સમગ્ર વિસ્તારનો ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુસર આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે. આ મંજૂરીને લીધે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શન થી વુડા હદ સુધી છ-માગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઈ સુધીની લંબાઈ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઈમાં સ્ટાન્ડર્ડ ચાર માગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ૪ માગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.