કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવાની સાથે Amit Shahએ અમદાવાદની જનતાને ખાસ અપીલ કરી છે. શાહે જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી માટે શહેરમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. તમારા ઘરમાં જેટલા પરિવારના સભ્યો છે તેટલા વૃક્ષો વાવો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shahએ રવિવારે ગુજરાતના અમદાવાદમાં આશરે રૂ. 1,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ રાજ્યના લોકોને પર્યાવરણના રક્ષણ માટે દેશવ્યાપી વૃક્ષારોપણ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. 

100 દિવસમાં 30 લાખ રોપા વાવવાનો સંકલ્પ

પર્યાવરણ અને ઓઝોન સ્તરના રક્ષણમાં વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા શાહે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આવનારી પેઢી માટે 100 દિવસમાં 30 લાખ રોપા વાવવાનું વચન આપ્યું છે. તેઓ આ અભિયાન સાથે ગાઢ રીતે જોડાયેલા છે. 

અમદાવાદની જનતાનું શું યોગદાન હશે? શાહે પૂછ્યું

એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, ‘આ એક સુંદર અભિયાન છે અને મહાનગરપાલિકા 30 લાખ રોપાઓનું વાવેતર કરશે તે મોટી વાત છે. પરંતુ હું અમદાવાદના રહેવાસીઓને પૂછવા માંગુ છું કે તમારું યોગદાન શું હશે?

તમારા પરિવારમાં જેટલા સભ્યો છે તેટલા જ વૃક્ષો વાવો

શાહે જણાવ્યું હતું કે અમદાવાદના લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ તેમની રહેણાંક સોસાયટીઓ, આસપાસની જમીનો અને તેમના બાળકોની શાળાઓમાં તેમના પરિવારના સભ્યોની સંખ્યા જેટલા જ રોપા વાવે. ગૃહમંત્રીએ અમદાવાદમાં ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સ્કૂલ સહિત અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.