Ahmedabad: શહેરના બાપુનગર વિસ્તારમાં વર્ષ 2017માં જ્વેલર્સમાં નોકરી કરતી યુવતીની છેડતી કરનાર માલિકને મેટ્રોકોર્ટે 3 વર્ષની સજા ફટાકારી છે. આ સાથે જ કોર્ટે નોયું હતું કે, યુવતીની નોકરીના સ્થળે જ જાતિય સતામણી કરવામાં આવી હતી. આ કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. સામાન્ય રીતે ઓછી સજાને પાત્ર ગુનામાં આ અદાલત પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈનો લાભ આપતી હોય છે પરંતુ આ કિસ્સામાં એક સ્ત્રીની જાતિય સમતામણી કરવામાં આવી છે ત્યારે આવો લાભ આરોપીને આપી રોકાય નહી.
Ahmedabad: શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં સ્નેહા (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) નોકરી કરતી હતી. જે દુકાનના માલિક પરેશભાઇ કિર્તીભાઈ શાહ હતા!
સપ્ટેમ્બર 2017ના રોજ સ્નેહા નોકરી પર હાજર હતી. ત્યારે પરેશભાઈએ એકલતાનો લાભ લઈ સ્નેડાની મોબાઇલ ખેંચી લીધો હતો અને પછી બીભત્સ વાતો કરી છેડતી કરવા લાગ્યો હતો. પછી પૈસાની લાલચ આપી હતી. ત્યારબાદ સ્નેહાએ તેમને પછી મારી દૂર કર્યા હતા. જેથી પહેરશભાઈએ તેને લાફો માર્યા હતો અને આ વાત કોઈને કહીશ તોતને તથા તારા માતા-પિતાને જાનથી મારી નાંબીશ, મારી પાસે બહુ પૈસા છે. હું ગમે તે કરી શકું. જો કે, આ મામલે સ્નેહાએ પરેશ સામે છેડતી સહિતની કલમ હેઠળ બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ થતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ભાવીની જાનીએ પુરતા સાથી તપાસી અને દસ્તાવેલ પુરાવા રજૂ કરી દલીલ કરી હતી કે, ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો છે, ઉપરાંત હકીક્ત, બનાવનો સમય અને બનાવના સ્થળ અંગે સમર્થનકારક હકીકતો જુબાનીમાં જણાવી છે. આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ લઈ તેની લાજ લેવાનો પ્રવાસ કર્યો હતો. કેસના અન્ય સાથીઓએ પણ ઘટનાને સર્મગ્રન કરતી જુબાની આપી છે, આખોય કેસ નિઃશંકા પણ પુરવાર થાય છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોધીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 3 વર્ષ કેદની સજા ફટકારી છે.