Gujarat રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રોની હાલ ટ્રાયલ થશે, સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશે. 130 કિમીની ઝડપ રહેશે, મુંબઈની લોકલ ટ્રેન જેવી જ ફીલિંગ અનુભવાશે.

Gujarat માં નાના અંતરના રુટ પર વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના છે. ભારતીય રેલ વિભાગ 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબશ્મની રેલવે સ્ટેશને આવી પહોંચી છે. આ વંદે મેટ્રો ટ્રેનની મહત્તમ સ્પીડ પતિ કલાકના 100થી 130 કિલોમીટરની રહેવાની શક્યતાઓ છે. મેક ઈન ઈન્ડિયા લોગો સાથે હાલ અલગ અલગ શહેશે વચ્ચે વંદે મેટ્રોને દોડાવતા પહેલા ટ્રાયલની તૈયારીઓ થાળી રહી છે. રાજ્યની પ્રથમ વદે મેટ્રા ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદ-ભુજ વચ્ચે થશે. પણ ટ્રેનની શરુઆત ગાંધીનગરથી ભૂજના રૂટ પર થવાની શક્યતા છે. બીજી દરખાસ્ત ગાંધીનગરથી સુરત રુટની આવી છે. બાદમાં ઓક્ટોબર સુધીમાં ટ્રેન દોડતી થશે.

વંદે મેટ્રો ટ્રેનની વિશેષતા

ગુજરાતમાં ટૂંક સમયમાં દોડનારી વદે મેટ્રો ટ્રેનની અંદર કુલ ૧૨ કોરા રહેશે. જેમાં દરેક કોચમાં સીસીટીવી કેમેરા લગાવાવમાં આવ્યા છે. પ્રવાસીઓને આધુનિક સુવિધા આપવા પુરતો પ્રયાસ કરાયો છે. વંદે ભારત જેવો જ લૂક વદે મેટ્રો ટ્રેનને અપાયો છે. પ્રવાસીઓને આરામદાયક સુવિધા આપવા અંદર સોફા ચેર લગાવાયા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર પડશે નહીં. તમામ કોચ સેન્ટ્રલી એસીથી સજ્જ છે. કોચમાં વોશ બેઝિન, ટોઈલેટ, ઓટોમેટિક ગેટ, મોબાઈલ ચાર્જિંગ સોક્રેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ છે ટ્રેનમાં વોશબેઝિનથી માંડી આધુનિક ટોઈલેટ સુધીની સુવિધા છે. મુંબઈની લોકલ ટ્રેનની જેમ ઉભા ઉભા પણ મુસાફરી કરી શકાશે.