Ayodhyaમાં કોઈ પાપી ચોર કે ચોરોની ટોળકી ઘુસી ગઈ છે.. જે રામલલા મંદિર તરફ જતા રસ્તાની લાઈટો ચોરી રહી છે. ચોરે નાની મોટી ચોરી કરી નથી. 50 લાખથી વધુની કિંમતની લાઇટની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ રામ મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથમાંથી રૂ. 50 લાખથી વધુની કિંમતની 3,800 ‘વાંસની લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ની ચોરી કરી હતી.
Ayodhyaની લાઈટ કોણ ચોરી રહ્યું છે?
ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સુરક્ષિત સ્થાન પર બની હતી. નવાઈની વાત તો એ છે કે પોલીસ ફોર્સ સહિત કોઈને પણ આ અંગે કોઈ ખ્યાલ નહોતો. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ, યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ્સ દ્વારા રામપથના વૃક્ષો પર 6,400 ‘વાંસની લાઈટો’ અને ભક્તિપથ પર 96 ‘ગોબો પ્રોજેક્ટર’ લાઈટો લગાવવામાં આવી હતી.
પોલીસે ગુનો નોંધ્યો હતો
ફર્મના પ્રતિનિધિ શેખર શર્માએ જણાવ્યું કે રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3,800 ‘વાંસ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગઈ છે. તેણે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં લાઇટ ચોરીની ફરિયાદ કરી છે. પોલીસે તેની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદીએ શું કહ્યું?
ફરિયાદમાં જણાવાયું છે કે રામપથ પર 6,400 વાંસની લાઇટો લગાવવામાં આવી હતી અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઇટ લગાવવામાં આવી હતી. 19 માર્ચ સુધીમાં તમામ લાઇટો લગાવી દેવામાં આવી હતી. પરંતુ 9 મેના રોજ જાણવા મળ્યું કે કેટલીક લાઇટો ગાયબ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે અંદાજે 3,800 વાંસની લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી થઇ હતી.
ચોરીના બે મહિના બાદ કેસ દાખલ
નોંધાયેલી ફરિયાદ મુજબ, એવું સ્વીકારવામાં આવ્યું હતું કે પેઢીને મે મહિનામાં આ ચોરીની જાણ થઈ હતી. પરંતુ ચોરીના બે મહિના બાદ 9 ઓગસ્ટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.