Train: પશ્ચિમ રેલવે દ્વારા રક્ષાબંધન તહેવારના અવસરે યાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસથી જયપુર અને અમદાવાદ વચ્ચે બે વિશેષ ટ્રેન ચલાવવાનું નિર્ણય લેવાયું છે. પશ્ચિમ રેલવે દ્વારા નિયમિત ટ્રેનોમાં યાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડના આદેશથી જયપુર અને અમદાવાદ માટે બે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.
ટ્રેન નં. 09037 બાંદ્રા ટર્મિનસ-જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવારે 15 ઑગસ્ટે બાંદ્રાથી રાત્રે 9.40 કલાકે રવાના થશે અને સુરતમાં રાત્રે 1.40 વાગ્યે પહોંચી ને, જયપુરમાં શુક્રવારે સાંજે 4 વાગ્યે પહોંચી જશે. પાછા ફરતી ટ્રેન નં. 09038 જયપુર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ શુક્રવારે 16 ઑગસ્ટે જયપુરથી સાંજે 7 કલાકે રવાના થશે અને સુરતમાં શનિવારે સવારે 8.35 વાગ્યે અને બાંદ્રા ટર્મિનસ પર બપોરે 1 વાગ્યે પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, રતલામ, નાગદા, કોઠા અને સવાઈ માધોપુર સ્ટેશનો પર રોકાશે.
બીજી ટ્રેન નં. 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવારે 14 ઑગસ્ટે બાંદ્રાથી રાત્રે 9.30 વાગ્યે રવાના થશે અને સુરતમાં રાત્રે 1.38 વાગ્યે અને અમદાવાદમાં સવારે 5.30 વાગ્યે પહોંચી જશે. પાછા ફરતી ટ્રેન નં. 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવારે 15 ઑગસ્ટે અમદાવાદથી સવારે 8.45 કલાકે રવાના થશે અને સુરતમાં બપોરે 1.25 વાગ્યે અને બાંદ્રા ટર્મિનસ પર સાંજે 5.15 વાગ્યે પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને ગેરતપુર સ્ટેશનો પર રોકાશે.