ઘણા લોકો ઉપવાસ દરમિયાન સાબુદાણાનું સેવન કરે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે.

સાબુદાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે જે હાડકા માટે ફાયદાકારક છે.  

તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.  

સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.  

તેનું સેવન કરવાથી વજન વધારવામાં મદદ મળે છે. તે પાચન માટે પણ ફાયદાકારક છે.  

સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે જે શરીરને એનર્જી આપે છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દૂર થાય છે.

સાબુદાણામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.