માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે મંગળવારે જણાવ્યું હતું કે બજારના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ભાગીદારીને કારણે દેશમાં પરિવારોને એક વર્ષમાં રૂ. 60,000 કરોડ સુધીના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
સેબીના વડાએ અહીં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં આવા સટ્ટાબાજીને ‘વ્યાપક મુદ્દો’ કેમ ન ગણાવવો જોઈએ. બુચે કહ્યું, ‘જો F&O સેગમેન્ટ દર વર્ષે રૂ. 50,000-60,000 કરોડ ગુમાવી રહ્યું છે તો આ એક વ્યાપક મુદ્દો કેમ નથી? આ રકમ આગામી IPO, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય ઉત્પાદક હેતુઓમાં રોકાણ કરી શકાઈ હોત.
સેબીના અભ્યાસ અહેવાલ મુજબ 90 ટકા સોદા ખોટમાં હતા. નિયમનકારે મંગળવારે એક કન્સલ્ટેશન પેપર પણ બહાર પાડ્યું હતું, જેમાં આ પ્રવૃત્તિને મર્યાદિત કરવાની રીતો સૂચવવામાં આવી હતી. બુચે જણાવ્યું હતું કે નીચા F&Oને કારણે સ્ટોક એક્સચેન્જને ઓછી ફી મળી શકે છે, પરંતુ લાંબા ગાળે તે તમામ હિતધારકો માટે ફાયદાકારક રહેશે.