Surat: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના umarpada તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૮ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં ૮-૮ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૭ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૪ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭ ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ ૧૦ તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકાઓમાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચિખલી, માંડવી, ચૌર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ ૧૦ તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડીયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ ૧૨ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાલીયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, ડેડીયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સુત્રાપાડા મળીને કુલ ૧૩ તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ ૧૪ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ ૧૦ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ ૨૧ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.