Gujarat : રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ મજા મૂકીને વરસી રહ્યો છે. ત્યારે પોરબંદર બાદ દ્વારકામાં પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. આજે સવારે છ કલાકમાં વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદ થી દ્વારકા પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર હવમાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે સોમનાથના વેરાવળમાં છ કલાકમાં વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદર બાદ દ્વારકામાં પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. આજે સવારે છ કલાકમાં વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદ થી દ્વારકા પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે જૂનાગઢમાં બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તો બપોર સુધીમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી નદીમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે આગામી 24 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.