દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ ED અને CBI દ્વારા આરોપી BRS નેતા K. Kavithaને તબિયત બગડતાં તિહાર જેલમાંથી દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી તિહાર જેલના અધિકારીઓએ આપી છે. કવિતા તેલંગાણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવની પુત્રી છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ BRS નેતા કે. કવિતાને આરોપી બનાવ્યા છે. આ મામલે કવિતા જેલ નંબર-6માં બંધ છે.કવિતાની તબિયત બગડ્યા બાદ તેને તિહાર જેલમાંથી દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

ખૂબ તાવને કારણે હોસ્પિટલમાં દાખલ
બીઆરએસ નેતાને ભારે તાવની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

સૌથી પહેલા સીબીઆઈએ કે. કવિતાને સિકંજામાં લીધી
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની એપ્રિલમાં સીબીઆઈ દ્વારા તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેને આ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કર્યા પછી રાખવામાં આવી હતી. EDએ 15 માર્ચે કવિતાની હૈદરાબાદ સ્થિત બંજારા હિલ્સ સ્થિત આવાસ પરથી ધરપકડ કરી હતી. કવિતા હાલમાં બંને કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.