Joe Biden On Trump Attack: 13 જુલાઈના રોજ અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. ગોળી ટ્રમ્પના જમણા કાનમાં વાગી હતી. જોકે ટ્રમ્પ હવે ઠીક છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીને કારણે, ડોનાલ્ડ ટ્રમ્પ 13 જુલાઈના રોજ લગભગ 6:15 વાગ્યે પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ફાયરિંગ થયું. ટ્રમ્પ પર ગોળી ચલાવવામાં આવી, ગોળી છોડતાની સાથે જ તેઓ કાન પર હાથ મૂકીને બેસી ગયા. ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ, લોકો ડરી ગયા. જે બાદ ટ્રમ્પ 1 મિનિટ સુધી બેસી રહ્યા. ગોળીબાર બાદ તરત જ સિક્રેટ સર્વિસ સક્રિય થઈ ગઈ હતી અને તેમણે તરત જ ટ્રમ્પની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી દીધો હતો. તેમજ હથિયારો સાથે ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારપછી જ્યારે ટ્રમ્પ પાછા ઉભા થયા તો તેમના જમણા કાન અને ચહેરા પર લોહી હતું.
જો બાઈડેને શું કહ્યું
આ હુમલા બાદ જો બાઈડેને કહ્યું કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પોતાના પ્રતિસ્પર્ધી પરના હુમલા પછી તરત જ બાઈડેને હુમલાની નિંદા કરી અને કહ્યું કે મેં ટ્રમ્પ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તે વધુ સારા છે. આ હુમલા અંગે બાઈડેને કહ્યું કે, અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. અમે આવા હુમલા થવા દેતા નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે આવા હુમલાઓને નજરઅંદાજ કરી શકતા નથી.
શું આ હત્યાનો પ્રયાસ હતો?
હુમલા બાદ તરત જ સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા હતા. જેના પર બાઈડેને સિક્રેટ સર્વિસ અને સ્ટેટ એજન્સીઓ સહિત તમામ એજન્સીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ટ્રમ્પની રેલી કોઈપણ સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે યોજવી જોઈતી હતી, આ હુમલો બિલકુલ યોગ્ય નથી.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે હત્યાનો પ્રયાસ હતો, તો યુએસ પ્રમુખ બાઈડેને કહ્યું, “હું પૂરતો નથી જાણતો, મારી પાસે એક અભિપ્રાય છે, પરંતુ મારી પાસે કોઈ તથ્ય નથી, તેથી આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા મારી પાસે તમામ હકીકતો હોવી જરૂરી છે. . તેના પછી જ હું વધુ કોઈ ટિપ્પણી કરીશ.