હલ્દ્વાની. હલ્દ્વાનીની ઇન્દ્રપ્રસ્થ કોલોની રહેવાસી હર્ષિકા પંત કાન્હાના પ્રેમમાં એવી દીવાની થઇ કે તેમણે મુરલી મનોહરની ભક્તિમાં આખું જીવન સમર્પિત કરી દીધું. ગુરુવારે ગાજા-બાજા સાથે કાન્હાની બારાત તેમની દહેલીઝ પર આવી અને પછી વિધી વિધાન સાથે હર્ષિકા તેમના સાથે લગ્નબંધનમાં બંધાઈ ગઈ હતી.

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હર્ષિકા એ કૃષ્ણની મૂર્તિ  સાથે સાત ફેરે લીધા છે. લગભગ અઢીસો કરતા વધુ બારાતીઓ આ અનોખા લગ્નના સાક્ષી બન્યા અને વધુને આશીર્વાદ આપ્યા હતા. મૂળ રૂપે બાગેશ્વર રહેવાસી પૂરન ચંદ્ર પંત અને મીનાક્ષી પંતની પુત્રી 21 વર્ષીય હર્ષિકા પંત દિવ્યાંગ છે. ભક્તિભાવની પ્રકૃતિવાળી હર્ષિકાને બાળપણમાં જ ભગવાન કૃષ્ણ પ્રત્યે લાગણી થઇ ગઈ હતી. પરિવારજનો એ જણાવ્યું કે 10 વર્ષની ઉંમરે તે કાન્હા માટે કરવાચોથનું વ્રત રાખતી આવી છે.

પોતાના મનની વાત હર્ષિકાએ પરિવારજનોને કહી, તો ભક્તિભાવને જોઈ તેઓ પણ લગ્ન માટે રાજી થઈ ગયા. પુરોહિતો પાસેથી વિધાન પૂછ્યા બાદ પરિવારજનો પ્રેમ મંદિર વૃંદાવનથી ભગવાન કૃષ્ણની મૂર્તિ લાવ્યા. ગયા બુધવારે ઘરમાં મૂર્તિ સ્થાપના બાદ નિર્ધારિત શુભ સમયના અનુસાર લગ્ન કાર્યક્રમ શરૂ થયા.

કાન્હાજી સાથે લગ્ન કર્યા

હર્ષિકાના માતા-પિતાએ પોતે આ લગ્ન માટે શુભ સમય નક્કી કર્યો હતો અને પરિવારની સંમતિથી તેણે 11મી જુલાઈના રોજ લગ્ન કરીને પોતાનું જીવન ભગવાન કૃષ્ણને સમર્પિત કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ લગ્ન ગુરુવારે ખૂબ જ ધૂમધામથી થયા હતા આ પહેલા બુધવારે ઘરે મહેંદી અને હલ્દીનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં તમામ સંબંધીઓ અને આસપાસના લોકોએ પણ ભાગ લીધો હતો.

હર્ષિકા બેન્ડ સાથે તેમના ઘરે પહોંચી હતી. જ્યાં એક કારમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનું આગમન થયું હતું. આ પછી કુમાઉની રિવાજ મુજબ હર્ષિતાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા હતા. જેમાં જયમાલા સહિતની વિવિધ વિધિઓ કરવામાં આવી હતી. હર્ષિકાને આશીર્વાદ આપવા દૂર દૂરથી આવેલા લોકો પણ સાક્ષી બન્યા હતા.