રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM Modiને તેમના નિવાસસ્થાન નોવો-ઓગાર્યોવોમાં આમંત્રણ આપ્યું હતું. અહીં બંને નેતાઓએ રાત્રિભોજન કર્યું હતું અને મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે રશિયાના પ્રવાસે છે. PM Modi મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

PM Modiએ પુતિનને શું કહ્યું?

પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે કહ્યું કે હું ભારત અને રશિયાના સંબંધો માટે રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરીશ. બે દાયકાથી વધુ સમયથી આ ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમણે જબરદસ્ત કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં હું છઠ્ઠી વખત રશિયા આવ્યો છું અને આ વર્ષો દરમિયાન અમે 17 વખત એકબીજાને મળ્યા છીએ. આ તમામ બેઠકો વિશ્વાસ અને સન્માનને વધારતી રહી છે. અમારા વિદ્યાર્થીઓ જ્યારે સંઘર્ષમાં ફસાયા હતા ત્યારે ભારત પહોંચવામાં મદદ કરવા બદલ હું ફરી એકવાર રાષ્ટ્રપતિ પુતિનનો આભાર વ્યક્ત કરું છું.

ભારતીય નાગરિકો પરત ફરશે

બીજી તરફ પીએમ મોદીની અપીલ પર રશિયાએ રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીય નાગરિકોને પરત મોકલવાની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ આ મામલો રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ ઉઠાવ્યો હતો. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે. બંને નેતાઓ વચ્ચે ઘણી ઉષ્મા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે લગભગ 5 વર્ષ બાદ પીએમ મોદી સત્તાવાર મુલાકાતે રશિયા પહોંચ્યા છે.

પુતિને પીએમ મોદી સાથે કાર ચલાવી હતી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને તેમના નિવાસસ્થાન નોવો-ઓગાર્યોવોમાં આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓએ સાથે ડિનર પણ કર્યું હતું. આ પછી પીએમ મોદી અને વ્લાદિમીર પુતિને એક અનૌપચારિક પ્રાઈવેટ મીટિંગ પણ કરી હતી. આ કાર ડ્રાઇવિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.