Ahmedabad Rathyatra 2024: દેશભરમાં રથયાત્રાની લોકો આતુરતા પુર્વક રાહ જોતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદના જગન્નાથ મંદિર જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી રહ્યું છે. ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું. મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે. અમદાવાદમાં જે રૂટ પર રથયાત્રા નીકળવાની છે. તે રૂટનું રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક ચેકીંગ પણ કરાયું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં ઓટોમેટિક ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. આ ઓટોમેટીક ડ્રોનની મદદથી રુટમાં આવતા દરેક ધાબાનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થામાં સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે.
- મંદિર પરિસર જય જગન્નાથ અને જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી રહ્યું છે.
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
- મુખ્યમંત્રીએ સોનાની સાવરણી વડે રથના પ્રસ્થાન પહેલા તેમનો માર્ગ સાફ કરવાની વિધિ કરી હતી.
- પહિંદ વિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થયો છે.
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરી છે.
-ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ભગવાનના દર્શન કર્યાં છે. - આ પહેલા શનિવારે રથયાત્રા રૂટની સમીક્ષા કરવામાં આવી હતી.
અમદાવાદમાં આજે ભગવાન શ્રી જગન્નાથ ની 147 મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ગયા છે અને પરિવાર સાથે મંગળા આરતી કરી.