China America Space War :અમેરિકા-રશિયા પોતપોતાના પ્રયાસોમાં લાગેલા છે અને પાછળથી ચીન અવકાશમાં પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. અત્યાર સુધી અવકાશમાં અમેરિકાનું વર્ચસ્વ હતું. પરંતુ હવે તે જોખમમાં છે. અમેરિકન થિંક ટેન્ક RANDના રિપોર્ટમાં આ અંગે કેટલાક દાવા કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ચીન અમેરિકાને ધ્યાનમાં રાખીને અંતરિક્ષમાં પોતાની સૈન્ય તૈયારીઓ કરી રહ્યું છે.

રિપોર્ટમાં છેલ્લા બે દાયકામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા હસ્તગત કરવામાં આવેલી અવકાશ આધારિત ક્ષમતાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. RANDએ કહ્યું કે યુ.એસ.એ બહુ ઓછા સંચાર સાથે ઝડપી નિર્ણયો લેવા જોઈએ. અવકાશ સંકટમાં પીએલએ પાસેથી સહકારની અપેક્ષા ન રાખવી જોઈએ. યુએસ સ્પેસ ફોર્સે શાંતિના સમયમાં પણ PLA દ્વારા આક્રમક કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.

એશિયા ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ચીનનું મિની સ્પેસ પ્લેન ઓગસ્ટ 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે 276 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ ગોબીના રણમાં રનવે પર ઉતર્યું હતું. તે લોપ નૂર પરમાણુ પરીક્ષણ સ્થળની નજીક ઉતર્યું હતું, જેનો ઉપયોગ અવકાશ વિમાનની પુનઃપ્રાપ્તિ માટે કરવામાં આવ્યો હતો. ચીની મીડિયાએ તેને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. એક ખાનગી સ્પેસ કંપનીએ જણાવ્યું હતું કે ચીનના સ્પેસ પ્લેને સ્પેસ મિશન દરમિયાન અલગ-અલગ નાની વસ્તુ સાથે અનેક દાવપેચ અને ડોકીંગ મિશનમાં ભાગ લીધો હતો. ફાઇનાન્સિયલ ટાઇમ્સે એ પણ અહેવાલ આપ્યો છે કે ચીને પરમાણુ સક્ષમ હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી છે, જે તેના લક્ષ્ય તરફ આગળ વધતા પહેલા વિશ્વની પરિક્રમા કરે છે.

ચીન કરી રહ્યું છે આક્રમક તૈયારી!
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે અમેરિકાને એક નબળી પડતી શક્તિ તરીકે જોઈ રહ્યા છે. આ કારણે ચીન હવે ભાવિ અવકાશ સ્પર્ધા માટે આક્રમક તૈયારીઓ કરી રહ્યું છે, જેનો ઉપયોગ વિરોધીઓને વશ કરવા અથવા અવકાશ યુદ્ધ માટે થઈ શકે છે.