Ahmedabad: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આ વચ્ચે અમદાવાદમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે અમદાવાદમાં એસપી રિંગ રોડ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા થાર અને ફોર્ચ્યુનર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. તો 6 જેટલા લોકો લોકોને હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માતમાં બંને ગાડીઓનો કૂચ્ચો થઈ ગયો હતો. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરાયો હતો. જેથી આખા રોડ પર દારૂ જોવા મળ રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દારૂના જથ્થાથી સંપૂર્ણ ભરેલી ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ફોર્ચ્યુનર શીલજ તરફથી અત્યંત પૂરઝડપે આવી રહી હતી. તો બોપલથી આવી રહેલી થાર કાર યુ ટર્ન લેતા ફોર્ચ્યુનરની ટક્કર થારને વાગી હતી. જેથી થાર ગાડી ટક્કર સ્થળથી 50 ફૂટ દૂર સુધી ફંગોળાઈ હતી.

જોકે, અમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.. હાલ તમામ તપાસ ચાલી રહી છે. તો FSLની મદદ પણ લેવાઈ રહી છે.