સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. મેઘરાજાએ મન મુકીને સુરતમાં મહેર વરસાવી છે. રસ્તાઓ વરસાદી પાણીથી જળ બંબાકાર થયા છે. સુરતમાં સિઝનનો પહેલો આવો ધમધોકાર વરસાદજોવા મળ્યો છે.મળતી માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી સુરતના રસ્તાઓ પર ભરાયા હતા.
શહેરમાં સવારે પ્રચંડ વેગે વરસાદ વરસ્યો હતો. કમર સુધીના પાણી ભરાતા વાહનચાલકો પણ અટવાયા હતા. ડભોલી , સિંગણપોર, કગારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ડભોલી અને સિંગણપોર રોડ પર કેડસમાં પાણી ભરાયા હતા. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
બારડોલી, કડોદરા, પલસાણા સહિત વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતનાકામરેજ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે કામરેજ સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. તમને જણાવી દઇએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે બાદ આજે અમદાવાદમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે.